________________
૭૪ર
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
એ મને સંબોધીને ફરી કહેવા માંડ્યા :
જેવી રીતે દરેક વ્યક્તિનું ભાગ્ય ઈશ્વર સાર્થક કરે છે તેવી રીતે પ્રત્યેક જાતિના લોકોનું ભાગ્ય પણ પૂરું થવું જોઈએ. ઈશ્વર સર્વશક્તિમાન છે. મનુષ્યો અને રાષ્ટ્રો એમના પિતાના પેદા કરેલા ભાગ્યમાંથી નથી છૂટી શકતાં, પરંતુ એમની આફતોના કાળ દરમિયાન એમની રક્ષા થઈ શકે છે ને મોટા ભામાંથી એમ ને બચાવવામાં પણ આવે છે.”
મનુષ્યને એવું રક્ષણ કેવી રીતે મળી શકે ?”
પ્રાર્થનાથી. એ સર્વ શક્તિમાન તરફ વળતી વખતે શિશુ જે સરળ સ્વભાવ રાખવાથી, અને ખાસ કરીને કેાઈ કામને આરંભ કરતાં પહેલાં એને કેવળ હોઠથી નહિ પણ હદયથી યાદ કરવાથી. સુખના દિવસોમાં એ બધું ઈશ્વરના આશીર્વાદરૂપે અનુભવતાં શીખે, અને મુસીબતો કે દુઃખના દિવસોમાં એવું વિચારવાનો પ્રયાસ કરે કે એ તમારા અંદરના રોગને મટાડનારી દવા બરાબર છે. એ સંપૂર્ણ દયાળુ હોવાથી એને ભય ન રાખતા.”
“તે પછી તમે એવું નથી માનતા કે ઈશ્વર આ દુનિયાથી
ના. ઈશ્વર આત્મારૂપે મનુષ્યમાં ને સમસ્ત સંસારમાં રહેલા છે. જે તમે કુદરતનું સૌન્દર્ય, દાખલા તરીકે કોઈક સુંદર વિસ્તૃત પ્રદેશ જોતા હે, તે તેને કેવળ તેના જ વિચારથી ન પૂજે, પરંતુ એમાં રહેલી ઈશ્વરીય શકિતને લીધે એ સુંદર લાગે છે એને ખ્યાલ રાખો. મનુષ્યોને પદાર્થોમાં એ દિવ્ય ઈશ્વરીય શક્તિનું દર્શન કરે. અને બહારનાં રૂપોથી એટલા બધા પ્રભાવિત ને મુગ્ધ ન બને કે એમને જીવન આપનારા અંદરના આત્માને તદ્દન ભૂલી જાઓ.”
તમે તમારી ખાસ રીતે પ્રારબ્ધ, ધર્મ ને તિષના સિદ્ધાંતને ભેળવી દે છે, સુધીબાબુ !”
એમણે મારી તરફ ગંભીરતાથી દષ્ટિ ફેંકી.