________________
ગ્રહોના લેખ
ઉ૪૧
બંને પ્રજાએ ઈશ્વરની ઇચછાને કેવી રીતે ટાળી શકે? દિવસ પછી હમેશાં રાત આવે છે અને રાત પછી હમેશાં દિવસ. રાષ્ટ્રોના ઇતિહાસનું પણ એવું જ છે. દુનિયામાં મોટા ફેરફાર થવાની વકી છે. ભારતવર્ષ આળસ અને જડતામાં ડૂબેલું છે, પરંતુ જ્યાં સુધી ભાવના અને મહત્ત્વાકાંક્ષાથી સભર નહિ બને ત્યાં સુધી એની અંદર ફેરફાર થતા રહેશે. કર્મ પરતાની પહેલાં એ ક્રમ અચૂક આવતો હોય છે. યુરોપ વ્યાવહારિક પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે, પરંતુ એના જડવાદનું જોર ઓછું થશે અને વધારે ઊંચા આદર્શો પ્રત્યે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. એ અંદરની વસ્તુઓની શોધ કરશે. અમેરિકાના સંબંધમાં પણ એવું જ બનશે.”
મેં શાંતિપૂર્વક સાંભળ્યા કર્યું.
એટલા માટે જ અમારા દેશના ધર્મ ને તત્વજ્ઞાનના ઉપદેશો પશ્ચિમની દિશામાં સાગરના તરંગની પેઠે સફર કરશે.” એમણે ગંભીરતાથી આગળ ચલાવ્યું : “વિદ્વાનોએ અમારી કેટલીક સંસ્કૃત હસ્તપ્રતો, અને પવિત્ર પુસ્તિકાઓના પશ્ચિમની ભાષાઓમાં અનુવાદ પણ કર્યા છે; છતાં ભારત, નેપાળ તથા તિબેટના અંદરના ભાગોનાં ગુફારૂપી પુસ્તકાલયમાં અનેક પુસ્તકે હજુ ગુપ્ત જ પડી રહ્યાં છે. એમને પરિચય પણ દુનિયાને આખરે તે કરાવવું જ પડશે. એ ઘડી છેડા વખતમાં જ આવી પહોંચશે જ્યારે ભારતના પ્રાચીન તત્ત્વજ્ઞાન અને આંતરજ્ઞાનને પશ્ચિમના વ્યવહારશાસ્ત્ર તથા વિજ્ઞાન સાથે સમન્વય સધાશે. ભૂતકાળની ગૂઢ વિદ્યાઓએ આ સૈકાની આવશ્યકતાઓ માટે માર્ગ કરી આપવો જોઈએ. મને ખુશી છે કે એ બધું બનશે જ.
ગંગાને લીલા જેવા પાણી તરફ મેં તાકવા માંડયું. નદી એટલી બધી અભુત શાંતિથી ભરેલી હતી કે એ વહે છે એવું ભાગ્યે જ લાગતું. એની સપાટી સૂર્યપ્રકાશમાં આછી આછી ચળકતી.
ભા. આ. ૨. ખે. ૨૨