________________
૩૪૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કપડાંમાં રખડતો મૂકે છે અને બીજા માણસને નદીતટને પેલા પ્રાસાદમાં રેશમી કફની પહેરાવીને બેસતે કરે છે ? જીવન ખરેખર
એક અંધારે કોયડે છે. મારી સમજમાં તે નથી આવી શકતો. - અમે ગંગાજી પહોંચ્યા ત્યારે જયોતિષી બોલ્યા કે અહીં
આપણે બેસીએ. અમે છાયામાં બેઠા અને ઘાટ પરનાં પથ્થરનાં વિશાળ પગથિયાંને, ખૂલતી અગાસીઓને બહાર તરી આવતી બેઠકને જોવા લાગ્યા. યાત્રીઓની નાની મંડળીઓ અવારનવાર અને સતત રીતે આવતીજતી દેખાવા લાગી.
લગભગ ત્રણ ફૂટની ઊંચાઈના બે પાતળા ઘાટીલા મીનારા સ્વચ્છ આકાશમાં સરસ રીતે ઉપર ઊઠતા દેખાયા. એ મીનારા હિંદુઓના એ સૌથી પવિત્ર હિંદુ શહેરમાં મુસ્લિમ કાળગણતરીની મેટી ભૂલ જેવા ઔરંગઝેબની આકર્ષક મસ્જિદના હતા.
તિષીએ ભિખારીઓ મને વીંટળાઈ વળ્યા તે ધ્યાનપૂર્વક જોયું હતું એટલે પિતાનું ફિકકું મુખ મારી તરફ ફેરવી કહેવા માંડયું :
“ભારત એક ગરીબ દેશ છે. એમને સ્વર કાંઈક ક્ષમાયાચનાને ભાવથી ભરેલું હતું : “એની પ્રજામાં જડતા ફરી વળી છે. અંગ્રેજ પ્રજા કેટલાંક સુંદર લક્ષણે ધરાવે છે અને અમારા દેશમાં ઈશ્વર એને અમારા લાભને માટે જ લાવ્યા છે એવું મારું માનવું છે. એમના આવ્યા પહેલાં જીવન બિનસલામત હતું. કાયદા તથા ન્યાયને વારંવાર બાજુએ મૂકવામાં આવતાં હતાં. મને આશા છે કે અંગ્રેજો ભારતને નહિ છોડે. અમારે એમની મદદની આવશ્યકતા છે. પરંતુ એ મદદ હવે મિત્રતાને આધાર પર અપાવી જોઈએ, બળપૂર્વક નહિ. ગમે તેમ પણ બંને દેશનું ભાગ્ય પિતાને ભાગ ભજવ્યા કરશે.”
ઓહ ! તમારે પ્રારબ્ધવાદ પાછા આવ્યું !”
મારી ટીકાની અવગણના કરીને એ મનમાં ડૂબી ગયા. છેવટે એમણે પૂછ્યું :