________________
ગ્રહોના લેખ
જેવી જેડી પર નજદીકથી પસાર થતી વખતે એમણે થોડે દષ્ટિપાત કર્યો અને પછી ગ્રાહકેની ધીરજપૂર્વકની પ્રતીક્ષા કરવાનું કામ ચાલુ કર્યું.
બીજી શેરીઓમાં છૂટથી સુગંધ ફેલાતી. નદીની પાસે આવીને અમે ભિખારીઓના આશ્રયસ્થાન જેવા વિભાગમાં જઈ પહોંચ્યા. કૃશ દેખાતા ભિક્ષુકે ધૂળિયા રસ્તા પરથી આગળ વધતા દેખાયા. એમાંના એકે મારો નજદીક આવીને મારી આંખમાં જિજ્ઞાસાપૂર્વક જેવા માંડયું. એના મુખ પર અનિર્વચનીય ગમગીની જોવા મળી. મારું હૈયું મૂંઝવણમાં મુકાઈને હાલી ઊઠયું.
આગળ વધતાં હું એક સૂકલકડી વૃદ્ધ સ્ત્રી પર પડતાંપડતાં રહી ગયા. એનું શરીર લટકતી ચામડી અને બહાર ઊપસી આવેલાં હાડકાંનું માત્ર માળખું હતું. એણે પણ મારી તરફ જવા માંડયું. મેં એને ઠપકે આપવાને બદલે એની માગણીનો સૂકે સ્વીકાર કર્યો. મેં મારું પાકીટ કાઢયું. એનામાં જાણે કે એકાએક જીવ આવ્યો. ચામડીથી લપેટાયેલે હાથ લંબાવીને મેં આપેલા પૈસા એણે લઈ લીધા.
પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થયેલાં અન્ન, સારાં વસ્ત્રો, અનુકૂળ આશ્રયસ્થાન અને બીજા જરૂરી છવાયેગ્ય પદાર્થોના મારા પોતાના સદ્ભાગ્ય બદલ મને ધ્રુજારી છૂટે છે. પેલા કમનસીબ કંગાલ લોકેની યાચનાભરી આંખને વિચાર કરું છું ત્યારે લાગે છે કે હું અપરાધી છું. કયા હકને લીધે હું આટલા બધા રૂપિયાની માલિકીને ઉપભોગ કરી રહ્યો છું, જ્યારે પેલા ગરીબ ભિક્ષુઓ પાસે ફાટેલાં. તૂટેલાં કપડાં વિના બીજુ કશું જ નથી ! ધારો કે જન્મના કોઈ અકસ્માત કે પ્રારબ્ધના ભાગને પરિણામે એમનામાંના એકની જગ્યાએ મારે જ જન્મ થયો હોત તો ? થોડા વખત સુધી એ ભયંકર વિચિત્ર વિચાર મારા મનમાં રમી રહે છે; પરંતુ આખરે મને ત્રાસ છૂટે છે અને એને હું વિસ્મૃતિમાં ધકેલી દઉં છું.
આ તકના રહસ્યનો અર્થ શું સમજ, જે માત્ર જન્મના ભાગ્યને લીધે એક માણસને રસ્તા પર મેલાં ને ફાટેલાંતૂટેલાં