________________
૬૩૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં.
બ્રહ્મચિંતાના યોગના વિચિત્ર જેવા સિદ્ધાંતને અંતિમ પાઠ મેં પૂરે કરી લીધો.
એ બેઠકિયા જ્યોતિષીને ઘરમાંથી બહાર નીકળવાનું સાહસ કરીને પોતાના અવયવોને થોડીક કસરત પૂરી પાડવા મેં સમજાવી જોયા. એમના ઘરમાંથી એ ભાગ્યે જ બહાર નીકળતા. નદી તરફ જતા અમારા માર્ગની વચ્ચે આવતાં ગીચ બજારેને ટાળવાના ઉદેશથી અમે સાંકડી શેરીઓમાં થઈને આગળ વધ્યા. વારાણસી એની શેરીઓમાં પગપાળા ફરનારા માણસને, જૂને પુરાણે દેખાવ તથા અનારોગ્ય વધારનારી વધારે પડતી વસતિ હોવા છતાં, ભાતભાતનાં રંગબેરંગી દો પૂરાં પાડે છે.
બપોર પછીને સમય હોવાથી મારા તિષી સાથીએ સૂર્યનાં કિરણોથી બચવા પોતાની પીઠ પર એક નાની, ખુલ્લી, સપાટ છત્રી રાખી હતી. એમની નાજુક કાયા અને અત્યંત ધીમી કંટાળાભરી ચાલને લીધે ઝડપી ગતિથી આગળ વધવાનું મુશ્કેલ થઈ પડવાથી અમારી સફર ટૂંકાવવા માટે મેં માર્ગ બદલ્યો.
અમે કંસારાની શેરીમાં થઈને આગળ વધ્યા. દાઢીવાળા કારીગરોના હથોડાના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું. અને એમણે તૈયાર કરેલાં પિત્તળનાં ચમકદાર વાસણે સૂર્યના પ્રકાશમાં ચમકવા લાગ્યાં. ત્યાં પણ હિંદુ મંદિરમાં જોવા મળતી મુખ્ય દેવોનું સ્થળ પ્રતિનિધિત્વ કરતી પિત્તળની અસંખ્ય નાની મૂર્તિઓ જોવા મળી.
બીજી શેરીમાં એક વૃદ્ધ માણસ રસ્તાની એક બાજુની છાયામાં નીચો નમ્યો. નિર્બળ આંખે અને કરુણાજનક વદને એણે મારી તરફ જેવા માંડયું. એણે ભયમુકત બનીને મારી પાસે ભીખ માગી.
એ પછી અમે અનાજના વેપારીઓની શેરીમાંથી આગળ વધ્યા. ત્યાં લાકડાની નાની ને ઊંચી બેઠકે પર લાલ ને સોનેરી અનાજના ઢગલા ખડકેલા હતા. દુકાનદારો એમના માલની પાસે પલાંઠી વાળીને અથવા ઉબે પગે બેઠા હતા. અમારા બંનેની વિચિત્ર