________________
ગ્રહોના લેખ
૩૭
, “સમાધિદશા એટલી બધી અનેરી છે કે એમાં જ્યારે કેાઈ માણસ ડૂબેલું હોય ત્યારે તેની પાસે મૃત્યુ નથી આવી શકતું. હિમાલયના તિબેટ તરફના પ્રદેશમાં કેટલાક એવા યોગીએ છે જેમણે બ્રહ્મચિંતાના આ માર્ગને આધાર લઈને પૂર્ણતાની પ્રાપ્તિ કરી લીધી છે. એમને એમાં રસ હોવાથી એમણે પર્વતીય ગુફામાં એકાંતવાસ કરીને ઊંચામાં ઊંચી સમાધિદશાની પ્રાપ્તિ કરી છે. એ દશામાં નાડી બંધ થઈ જાય છે, હૃદયના ધબકારા શાંત થાય છે, અને અચળ અંગમાંથી લોહી પણ નથી વહેતું. એવા યોગીઓને બહારથી જોતાં એમ જ લાગે કે એમનું મૃત્યુ થયું છે. એ કોઈ જાતની ઊંઘમાં ડૂબેલા છે, એવું ન માનતા, કારણકે એ મારી અને તમારી પેઠે જ પૂરેપૂરા સભાન હોય છે. વધારે ઉચ્ચ જીવનને અનુભવ કરાવતી પિતાની અંદરની દુનિયામાં એમણે પ્રવેશ કર્યો છે. એમનાં મન શરીરે ઊભી કરેલી મર્યાદાઓમાંથી મુક્ત થઈ ચૂક્યાં હોય છે, અને એમની અંદર એ સમસ્ત સંસારના રહસ્યનું દર્શન કરે છે. એક દિવસ એ પિતાની સમાધિમાંથી બહાર આવશે, પરંતુ તે વખતે તેમની ઉંમર અનેક સૈકાઓની થઈ ગઈ હશે !”
એવી રીતે માનવજીવનની સનાતનતાની ન માની શકાય તેવી પરંપરાગત વાત એક વાર ફરીથી મને સાંભળવા મળી. પૂર્વના સૂર્ય પ્રકાશમાં જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં દેખીતી રીતે જ એ વાત મારી આગળ આવીને ઊભી રહેશે. પરંતુ દંતકથાઓમાં જેમને ઉલ્લેખ કરવામાં આવે છે તે અમર પુરુષોને શોધી કાઢીને એમનાં પ્રત્યક્ષ દર્શનને લાભ હું કદી પણ મેળવી શકીશ ? અને તિબેટના ઠંડા હવામાનમાં ઊછરીને મોટી થયેલી પ્રાચીન જાદુઈ વાતને
ધી કાઢીને તથા સ્વીકારીને પશ્ચિમનું જગત વૈજ્ઞાનિક તથા શારીરિક શાસ્ત્રોના ક્ષેત્રમાં ભવિષ્યમાં કદી પણ પિતાને ફાળે આપશે ખરું ? એની ખબર કાને પડે છે?