________________
૩૩૬,
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
છે તેને હું ફરીથી મારી અંદર જોઉં છું એટલા માટે જ હું કહ્યા કરું છું કે તમારે જે શીખવાની જરૂર છે તે તમે તમારા પોતાના જ આત્મા પાસેથી શીખી શકે છે. હું તમને બ્રહ્મચિંતાના વેગનું શિક્ષણ આપીશ પછી કોઈ ગુરુની જરૂર નહિ રહે, તમારા જીવનમાં કઈ બહારના પથપ્રદર્શનની આવશ્યકતા નહિ પડે.”
તમે પોતે કઈ ગુરુ નથી કર્યા?”
ના. બ્રહ્મચિંતાના રહસ્યની શોધ કર્યા પછી મને ગુરુ કરવાની ઈચ્છા નથી થઈ. છતાં પ્રસંગોપાત્ત કેટલાક મહાન પુરુષે મને આવી મળ્યા છે. એમનાં દર્શનનો લાભ મને સમાધિમાં પ્રવેશ્યા પછી અંદરની દુનિયાને અનુભવ કરવાથી મળે છે. એ મહાન સંતપુરુષોએ પિતાના દૈવી સ્વરૂપમાં દર્શન આપીને મને આશીર્વાદ આપતાં મારા મસ્તક પર હાથ મૂક્યો છે. એટલા માટે હું ફરીથી કહું છું કે તમારા આત્માના માર્ગદર્શનમાં વિશ્વાસ રાખો તો ગુરુએ એમની પિતાની ઈચ્છાથી તમારી અંદરની દુનિયામાં પ્રકટ થશે.”
એ પછીની બે મિનિટ સુધી એક જાતની ઊંડી શાંતિ પથરાઈ રહી. જ્યોતિષી કેાઈ ઊંડા વિચારોના વમળમાં અટવાઈ ગયા હોય એવું લાગવા માંડયું. થોડી વારે એ વિચિત્ર શિક્ષકે ખૂબ જ નમ્રતા અને શાંતિપૂર્વક કહ્યું : “એક વાર મારી સમાધિ દરમિયાન મેં ઈશુને જોયા.”
તમે મને આશ્ચર્યચકિત કરી રહ્યા છે.” મેં ઉદ્ગાર કાઢયા.
પરંતુ એમણે કશે ખુલાસો કરવાની ઉતાવળ ના કરી. એને બદલે એમની આંખના ડોળાને એમણે એકાએક ભયજનક રીતે ઉપર ફેરવ્યા. ગહન શાંતિમાં એવી રીતે એક બીજી મિનિટ પસાર થયા પછી પોતાની આંખ એમણે ફરીથી પહેલાંની સહજદશામાં પાછી આણું ત્યારે જ મને શાંતિ થઈ.
મને ફરી સંબોધતી વખતે એમના હોઠ પર એક આછુંપાતળું રહસ્યમય સ્મિત ફરકી ઊઠયું.