________________
ગ્રહોના લેખ
૩૩૫
“તમને ખાતરી છે કે આ બધું પિતાની મેળે કરેલાં સૂચનાનું ઊડું સ્વરૂપ નથી?”
એમના હોઠની આજુબાજુ આછું સ્મિત ફરી વળ્યું. “માતા બાળકને જન્મ આપે છે ત્યારે જે કાંઈ થાય છે તેના સંબંધમાં એક ક્ષણ માટે પણ તેને શંકા થવાનું શક્ય છે ખરું ? અને અનુભવને યાદ કરતી વખતે એને એવું લાગે છે કે એ કેવળ આત્મસૂચન હતું ? પોતાની નજર આગળ વરસોવરસ મોટા થતા જતા બાળકને જોઈને કોઈ વાર પણ એ એના અસ્તિત્વને ઈનકાર કરે છે ખરી ? એવી જ રીતે, મનુષ્યના જીવનમાં આત્મિક પુનર્જન્મ માટેને પરિશ્રમ એવી અસાધારણ ઘટનાના રૂપમાં ફળીભૂત થાય છે કે એને ભૂલવાનું અશક્ય બને છે. એ મનુષ્યમાં ધરમૂળને ફેરફાર કરી નાખે છે. મનુષ્ય જ્યારે સમાધિદશામાં પ્રવેશે છે ત્યારે મન તદ્દન ખાલી થઈ જાય છે. અથવા કહો કે આત્મા – કારણ કે તમને ઈશ્વર શબ્દ નથી ગમત એવું લાગે છે – અથવા સર્વોચ્ચ તવ એ ખાલી મનમાં ઊતરીને એને ભરી દે છે. એવું થતાં અસીમ સુખને અનુભવ સહજ બને છે. વળી સમસ્ત સૃષ્ટિ માટે પરમ પ્રેમની લાગણી થાય છે. એ અવસ્થાનું નિરીક્ષણ કરનારને શરીર કેવળ સમાધિમાં રોકાયેલું છે એવું જ નહિ લાગે; પરંતુ દેખીતી રીતે જ ભરેલું લાગશે. મન એ સૂક્ષ્માતિસૂક્ષ્મ અવસ્થાની પ્રાપ્તિ કરશે ત્યારે શ્વાસોચ્છવાસની ગતિ બંધ પડી જશે.
એ શું હાનિકારક નથી ?” “ના. સમાધિની એ દશાની પ્રાપ્તિ તદ્દન એકાંતમાં કરવામાં આવે છે અથવા એનું નિરીક્ષણ કરવાની મંજૂરી કેઈક મિત્રને આપી શકાય છે. સમાધિની એ શાંત દશામાં હું વારંવાર પ્રવેશું છું અને ઈચ્છાનુસાર એમાંથી દરેક વખતે બહાર આવી શકું છું. એ દશામાં હું સામાન્ય રીતે બે કે ત્રણ કલાક સુધી રહેતો હોઉં છું. એમાંથી બહાર આવવાને વખત અગાઉથી જ નક્કી રાખું છું. એ અનુભવ ખરેખર અવન હોય છે કારણ કે તમે જેને સૃષ્ટિના રૂપમાં જુઓ.