________________
૩૩૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
પડચા કરતું. મારી સાથેના વ્યવહારમાં એ કદી પણ આધ્યાત્મિક શ્રેષ્ઠતા કે અહંકારી શિક્ષકનું વલણ કરતા નહાતા. એ નમ્રતાના મૂર્તિમંત સ્વરૂપ જેવા હતા અને સામાન્ય રીતે પેાતાના ઉપદેશને આરંભ એવા વાકચથી કરતા કે બ્રહ્મચિંતાના આ ઉપદેશમાં કહેવામાં આવ્યુ` છે કે '
.
.
· બ્રહ્મચિંતાના યેાગતુ છેવટનું પ્રયાજન અથવા ઉચ્ચત્તમ ધ્યેય શુ' છે? ' મેં એમને એક દિવસ સાંજે પ્રશ્ન કર્યા.
• એની દ્વારા સમાધિની અવસ્થા મેળવવાની કૈાશિશ કરીએ છીએ, કારણ કે એ અવસ્થામાં પેાતાના આત્મસ્વરૂપને માણસને પૂર્ણ પરિચય થઈ શકે છે. એ પછી એ પેાતાની આજુબાજુના વાતાવરણમાંથી પેાતાના મનને મુક્ત કરી શકે છે. એ અવસ્થામાં પદાર્થાને લય થાય છે અને બહારની દુનિયા અદૃશ્ય થતી લાગે છે. પેાતાની અંદરના આત્માને એ જીવંત વાસ્તવિક તત્ત્વરૂપે ઓળખી લે છે. એને પરિણામે મળતી ધન્યતા, શાંતિ ને શક્તિથી ભરાઈ જાય છે. એને આવી જાતના એકાદ અનુભવની જ આવશ્યકતા છે જેથી એને પેાતાની અંદર અલૌકિક અને અવિનાશી ચેતના છે એનેા પુરાવા મળે. એ હકીકતનુ` વિસ્મરણ અને પછી કદીય નહિ થઈ શકે.’
મારી સંશયવૃત્તિથી પ્રેરાઈને મે' પ્રશ્ન કર્યો :
× ‘[બ્રહ્મચિંતાની એ પદ્ધતિની વિગતા જાહેર કરવાનો શ્રમ હું નહિ લઉં. એવા પરિશ્રમને પરિણામે પશ્ચિમના વાચકાને કાઈ લાભ નહિ થાય. એમાં કેટલીય જાતનાં ધ્યાનનો સમાવેશ કરવામાં આવ્યું છે, જેનો હેતુ મનને સપરહિત અથવા ખાલી કરવાનો છે. એમાં છ પ્રકારના જુદાજુદા સાધનામાર્ગની માહિતી મેળવવી પડે છે, અને એમાંના મુખ્ય સાધનામાની ફ્રેંસ ભૂમિકાએ છે. એ સાધનાપદ્ધતિ જંગલનાં એકાંત સ્થાન અથવા પતીય મડી કે આશ્રમેને માટે જ અનુકૂળ છે તથા જોખમી પણ બની શકે છે, એથી એનો અભ્યાસ કરવાનું સામાન્ય અંગ્રેજ માટે ઉચિત અને આવશ્યક નથી લાગતું. એવા સાધનાત્મક અભ્યાસમાં પડનારા પશ્ચિમી રસિયાએએ માનસિક ગાંડપણુ માટે તૈયાર રહેવું.]