________________
ગ્રહોના લેખ
૩૩૩
ખરેખર ધાર્મિક હોય છે, અને એ એમની જે ચિરપરિચિત રીતે ઈશ્વરને ઉલ્લેખ કરતા હતા તે રીતથી હું વારંવાર વિમાસણમાં મુકાતો હતો. ગૂંચવાડાભરેલાં કારણેના પ્રવાહમાં જેણે પિતાની સાદી શ્રદ્ધા સમર્પિત કરી છે એવા શંકાશીલ પશ્રિમવાસીના દૃષ્ટિકોણની કદર કરવાનું એમને માટે શક્ય છે ખરું ? મને લાગ્યું કે જ્યોતિષીની સાથે ઈષ્ટદેવતાના એ પ્રશ્નને લઈને દલીલમાં ઊતરી પડવાથી કોઈ જરૂરી હેતુ નહિ સરે. એવી ચર્ચા નિરુપયોગી થઈ પડશે. એમની પાસેથી પિરસાતી કેાઈ સૈદ્ધાંતિક સામગ્રીને સ્વાદ લેવાની મારી મરજી ન હોવાથી એના કરતાં ઓછી વિવાદાસ્પદ ભૂમિકા પર વિષયને ફેરવવાનું મને ઉચિત લાગ્યું.
આપણે બીજા વિષયો પર વાતો કરીએ કારણ કે મારી અને ઈશ્વરની કદી મુલાકાત નથી થઈ.”
એમની આગળપડતી તરી આવતી કાળી ને જોળી આંખથી મારા આત્માને તપાસતા હોય તેમ, એમણે મારી તરફ એકીટશે જેવા માંડયું.
તમારા જન્માક્ષરને નકશે પેટ ન હોઈ શકે અને જેનું મગજ તૈયાર ન હોય તેની આગળ હું મારું જ્ઞાન વ્યક્ત નથી કરતો; પરંતુ ગ્રહો અચૂક રીતે ફર્યા કરે છે. આજે તમે જે નથી સમજી શકતા તે થોડાક વખત સુધી તમારા વિચારમાં પડી રહેશે અને પછી બમણું વેગથી બહાર આવશે. હું તમને ફરીથી કહું છું કે બ્રહ્મચિંતાના માર્ગનું જ્ઞાન આપવાની મારી તૈયારી છે.
અને તેને શીખવાની મારી પણ તૈયારી છે.”
એ પછી બીજી સાંજે જોતિષીના જૂના પથ્થરના ઘરની મુલાકાત લઈને મેં બ્રહ્મચિંતાના પાઠ ભણવા માંડયા. પ્રાચીન તિબેટની યોગપદ્ધતિની એ સાધનાની એ મને દીક્ષા આપતા ત્યારે એમની નાની મુખાકૃતિ પર ફાનસના પ્રકાશનું આછું સ્થિર અજવાળું