________________
૩૩ર
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં.
બધી જ ચિંતા મેં છોડી દીધી છે. ઈશ્વર જે આપે છે તેને સ્વીકાર હું તેની ઈરછારૂપે કરી લઉં છું. એ સર્વશક્તિમાનના ચરણમાં મેં મારું તન, મન, મારાં કર્મો અને મારી ભાવનાઓ અથવા મારું સર્વસ્વ અર્પણ કર્યું છે.'
ધારે કે કેઈક ખૂની લફંગા જેવો માણસ તમને મારી નાખવાની ધમકી આપે તો તમે કાંઈ જ ન કરો અને એને ઈશ્વરની ઇચ્છા તરીકે સ્વીકારી લે ?”
“જ્યારે કોઈ ભય ઉપસ્થિત થાય છે ત્યારે હું જાણું છું કે મારે તે ફક્ત પ્રાર્થના કરવાનું અને તરત જ એનું રક્ષણ મેળવવાનું છે. પ્રાર્થના ઉપયોગી છે પરંતુ બીક બિનજરૂરી છે. મેં વારંવાર પ્રાર્થના કરી છે અને ઈશ્વરે મને અભુત રીતે મદદ કરી છે. મારે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એ બધામાંથી પસાર થતી વખતે ઈશ્વરની મદદને મને ખ્યાલ હતો. પ્રત્યેક પ્રસંગે મારે વિશ્વાસ ઈશ્વરમાં પૂરેપૂરે ટકી રહે છે. એક દિવસ એવો આવશે જ્યારે તમે પણ ભવિષ્યની ચિંતા કરવાને બદલે એના પ્રત્યે ઉદાસીન બની જશે.'
એવું બને તે પહેલાં મારામાં સેંધપાત્ર ફેરફાર થવો જોઈશે.” મેં શુષ્કતાપૂર્વક કહ્યું.
“એ ફેરફાર જરૂર થશે.”
તમને ખાતરી છે ?”
“હા. તમે તમારા ભાગ્યમાંથી છટકી નહિ શકે. માણસ ઇચ્છે કે ન ઇચછે તેપણુ આધ્યાત્મિક પુનર્જન્મની ઘટના ઈશ્વર તરફથી એને જરૂર આવી મળે છે.”
તમે ઘણી આશ્ચર્યકારક વસ્તુઓ કહી રહ્યા છે, સુધીબાબું!'
ભારતમાંના મારા વાર્તાલાપ દરમિયાન મારે માટે અજ્ઞાત એવી ઈષ્ટ દેવતાની વાત અનેક વાર આવ્યા કરતી હતી. હિંદુઓ