________________
ગ્રહોના લેખ
૧
એમના ભાઈ કે મિત્ર જેવી જ માનું છું. એટલે ગુરુના સામાન્ય અર્થમાં તમારા ગુરુ થવાની ઈચ્છા મારામાં જરા પણ નથી. ભગ ઋષિને આત્મા મારા તન અને મનને ઉપયોગ કરીને એમને જ્ઞાનપદેશ તમને પૂરે પાડશે એટલું જ.'
જ્યોતિષીના ધંધાને તમે યાગની પદ્ધતિના ઉપદેશ સાથે કેવી રીતે જોડી શકે છે તે મને નથી સમજાતું.'
એમના પાતળા હાથ ટેબલ પર ફેલાવ્યા.
“એને ખુલાસો આવે છે. સંસારમાં રહીને હું જ્યોતિષનું મારું કામ કરીને એની સેવા કરું છું. વળી કેાઈ મને યેગના ગુરુ તરીકે ઓળખે એ મને પસંદ નથી. કારણકે અમારા બ્રહ્મચિંતા ગ્રંથમાં ઈશ્વરને જ ગુરુ માનવામાં આવે છે. અમે કેવળ એને જ ઉપદેશક માનીએ છીએ. એ વિશ્વાત્મારૂપે આપણામાં રહીને આપણને જ્ઞાન આપે છે. તમે ઈચ્છે તે મને ભાઈ માને, પરંતુ આધ્યાત્મિક ઉપદેશક ન માને. જેમને ગુરુ હોય છે તે પોતાના આત્માને બદલે એમના તરફ વધારે વળે છે અને એમના પર વધારે આધાર રાખે છે.”
અને એ છતાં તમે તે માર્ગદર્શનને માટે જ્યોતિષ પર આધાર રાખો છે, તમારા આત્મા પર આધાર નથી રાખતા.” મેં તરત જ ટોણે માર્યો.
તમારી એ માન્યતા બરાબર નથી. હું હવે મારા જન્માક્ષર કદી પણ નથી જેતે. સાચું કહું તો ઘણું વસ પહેલાં મેં એ ફાડી નાખ્યા છે.
એ નિવેદન પ્રત્યે મેં આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે એમણે ઉત્તર આપ્યો :
મને પ્રકાશની પ્રાપ્તિ થઈ હોવાથી મને દેરવણી આપવા જ્યોતિષની જરૂર નથી લાગતી, પરંતુ અંધારામાં અટવાતા કેટલાયને એથી મદદ મળે છે. મેં મારું જીવન સંપૂર્ણપણે ઈશ્વરના હાથમાં અર્પણ કર્યું છે. એવા સમર્પણને પરિણામે વર્તમાન તથા ભાવિની