________________
૩૩૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
તમને એ વિષયમાં ઊંડે ઊતરવામાં મદદ કરશે. એ છતાં તમારી જાતને માત્ર યોગ પૂરતી સીમિત રાખવાને બદલે તમે બીજી ગૂઢ વિદ્યાઓમાં પણ પારંગત થશે.”
એ અટક્યા અને મારી આંખમાં દષ્ટિ સ્થિર કરીને જોવા માંડ્યા. મને એવી સૂક્ષ્મ લાગણી થવા માંડી કે એ એક એવું નિવેદન કરવા માગે છે જે એમના અંતરંગ જીવનના અનુભવની અભિવ્યક્તિ બરાબર હશે.
સંતે બે જાતના હોય છે : એક તો જે પિતાના જ્ઞાનનો ઉપયોગ સ્વાર્થી થઈને પિતાને માટે જ કરે છે, અને જે પ્રકાશ કે જ્ઞાનની પ્રાપ્તિ પછી એની ઈચ્છાવાળા બીજાને તે છૂટથી વહેંચે છે. તમારી કુંડળી બતાવે છે કે તમે પૂર્ણ પ્રકાશની પ્રાપ્તિની લગભગ તૈયારીમાં છે, અને એટલા માટે મારાં વચને નિરર્થક નહિ જાય. તમને મારું જ્ઞાન આપવા હું તૈયાર છું.”
ઘટનાચક્ર આવી વિચિત્ર રીતે બદલાયું. એથી હું આશ્ચર્યચકિત બની ગયા. સુધીબાબુ પાસે હું સૌથી પહેલાં ભારતીય જ્યોતિષશાસ્ત્રના એમના દાવાઓની ચકાસણી કરવા આવેલ. એનાં મૂળભૂત અનુમાનેના સંબંધમાં એમને વિશેષ બચાવ સાંભળવા ફરી આવેલે. અને હવે એમણે અણધારી રીતે મારા યોગના ગુરુ થવાની માગણી કરી!
બ્રહ્મચિંતાની પદ્ધતિઓને જો તમે અભ્યાસ કરશે તો તમારે કઈ ગુરુની જરૂર નહિ રહે. એમણે કહેવા માંડયું : “તમારે આત્મા જ તમારે ગુરુ બની રહેશે.”
મારી ભૂલનું એકાએક ભાન થયું અને નવાઈ લાગી કે એમણે મારા વિચારે વાંચી લીધા કે શું !
તમારી વાતથી મને નવાઈ થાય છે. મારાથી એટલું જ કહી શકાયું.
મેં ડાક પુરુષને આ જ્ઞાન પૂરું પાડ્યું છે. પરંતુ હું મારી જાતને એમના ગુરુ તરીકે કદી પણ નથી માનતો; ફક્ત