________________
ગ્રહોના લેખ
૩૨૯
મેં એના જુદાજુદા ભાગે ધીરજપૂર્વક ભેગા કર્યા છે. એ કૃતિના વિષયના બાર મુખ્ય વિભાગ અને બીજા અનેક પેટાવિભાગો છે. એમાંના મુખ્ય વિષય તત્વજ્ઞાન, જ્યોતિષ, ગ, મૃત્યુ પછીનું જીવન અને બીજી ગહન વસ્તુઓ છે.”
એ પુસ્તકના કેઈ અંગ્રેજી અનુવાદની તમને ખબર છે?” એમણે માથું ધુણાવ્યું.
“મેં કાઈ પણ અનુવાદ વિશે નથી સાંભળ્યું. એ પુસ્તકના અસ્તિત્વની જાણ હિન્દુઓમાં પણ બહુ થાડાને છે. અત્યાર સુધી એને અત્યંત સંભાળપૂર્વક ને ગુપ્ત રાખવામાં આવ્યું છે. મૂળ તે એ તિબેટમાંથી આવ્યું છે. ત્યાં એને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, અને ફક્ત ગણ્યાગાંઠયા પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને જ એનો અભ્યાસ કરાવવામાં આવે છે.
એ ક્યારે લખાયું ?”
એની રચના હજારે વરસ પહેલાં ભગુ ઋષિએ કરેલી. એમને થયે એટલો બધો વખત થયો છે કે હું તમને કઈ તારીખ નથી આપી શકતો. ભારતમાં પ્રવર્તમાન એવી યોગપતિ કરતાં તદ્દન જુદા જ પ્રકારની યોગપદ્ધતિનું એ શિક્ષણ આપે છે. તમને યોગમાં રસ છે, ખરું ?”
તમે તે કેવી રીતે જાણ્યું ?”
એના ઉત્તરરૂપે સુધીબાબુએ મારી જન્મતારીખની આસપાસ તૈયાર કરેલ નકશો રજૂ કર્યો, અને રાશિચક્ર તથા ગ્રહોનાં સ્થાનોનો નિર્દેશ કરતી વિચિત્ર રેખાત્મક આકૃતિઓ પર પોતાની પેનસિલ ફેરવવા માંડી. - “તમારી કુંડળી મને ચકિત કરે છે. એક અંગ્રેજ માટે એ એક અસામાન્ય તથા ભારતવાસી માટે પણ અસાધારણ કુંડળી છે. એના પરથી નિર્દેશ મળે છે કે તમારી અંદર યુગ શીખવાની ઘણી મોટી વૃત્તિ રહેલી છે અને તમે એવા સંતને અનુગ્રહ મેળવશે, જે