________________
૩૨૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ઓહ! હું સમજ્યો.”
ના. હું વિધુર નથી. હું સમજાવું ? મારી ઉંમર તેર વરસની હતી ત્યારે જ્ઞાનને માટે ઈશ્વરને અવારનવાર પ્રાર્થના કરે. અને એને પરિણામે મને જ્ઞાન આપનારા જુદા જુદા પુરુષની તથા જુદાજુદા ગ્રંથની પ્રાપ્તિ થઈ. અભ્યાસનો રસ મને એટલો બધે લાગે કે આખો દિવસ અને મોડી રાત સુધી હું વાંચ્યા કરતો. મારાં માતાપિતાએ મારા લગ્નની ગોઠવણ કરી. અમારા લગ્ન પછી થોડાક દિવસે મારી પત્ની મારા પર ક્રોધે ભરાઈને કહેવા લાગી ?
મારું લગ્ન એક પુસ્તક-પુરુષ સાથે થયું છે ! ' આઠમે દિવસે એ અમારી ગાડી હાંકનાર ગાડીવાન સાથે નાસી ગઈ.”
સુધીબાબુ જરાક અકળ્યા. જો કે એમની પત્નીની એટલી જલદથી નાસી જવાની ક્રિયાએ રૂઢિવાદી ભારતમાં ખળભળાટ મચાવી દીધો હશે, તો પણ એમની પત્નીની આકરી ટીકા મને હસાવ્યા વિના નરહી શકી. પરંતુ સ્ત્રીઓનાં ચારિત્ર્ય કષ્ટપ્રદ ને મનુષ્યમનથી ન સમજી શકાય એવાં ગહન હોય છે.
થોડા વખત પછી એ આઘાતમાંથી મુક્તિ મેળવીને હું એને ભૂલી ગયો.” એમણે આગળ ચલાવ્યું: “મારી સઘળી લાગણીઓ સુકાઈ ગઈ. પછી તો હું દૈવી રહો અને જ્યોતિષના અભ્યાસમાં વધારે ને વધારે ઊંડો ઊતરતો ગયે. એને પરિણામે જ મેં બ્રહ્મચિંતા નામના પુસ્તકનું મોટામાં મોટું અભ્યાસકાર્ય શરૂ કર્યું.”
તે પુસ્તક શાની સાથે સંબંધ ધરાવે છે તે કહી શકશે ?”
“એના મથાળાને અનુવાદ દૈવી ધ્યાન, બ્રહ્મની શોધ, અથવા ઈશ્વરીય જ્ઞાન એ કરી શકાય. એ આખીય કૃતિ બધાં મળીને સાત હજાર પૃથ્યની છે, પરંતુ એને પહેલા ભાગને અભ્યાસ કેવળ પરિચય પૂરતો છે. એ બધી સામગ્રી છૂટાછવાયા રૂપમાં આમતેમ વિખરાયેલી હોવાથી એને એકઠી કરતાં મને આશરે વીસ વરસ લાગી ગયાં. ભારતના જુદાજુદા પ્રાંતોમાંના પ્રતિનિધિઓ મારફત