________________
ગ્રહના લેખ
૩ર૭
* એમણે મક્કમતાથી માથું ધુણાવ્યું.
“ના. કેઈ હલકી જાતની સ્ત્રી મારી રાઈ ન બનાવી શકે. એવી સ્ત્રીને રસોઈ બનાવવાની રજા આપવા કરતાં તે હું એક મહિને ખોરાક ન લેવાનું જ વધારે પસંદ કરું. મારી રસોઈયણની તબિયત સારી થાય ત્યાં સુધી મારે રાહ જોવી જોઈશે. પરંતુ એ એકાદ બે દિવસમાં આવી પહોંચશે એવી ધારણા છે.”
મેં એમના તરફ ધ્યાનપૂર્વક નજર કરી તો મને જણાયું કે એમના શરીર પર બ્રાહ્મણની જોઈ છે. એમની હડપચી પાસેથી પસાર થતી ત્રણ દેરાવાળી વણેલી જોઈ બ્રાહ્મણના પ્રત્યેક છોકરાને પહેરાવવામાં આવે છે અને આખી જિંદગી સુધી કાઢવાની નથી હતી. એટલે એ બ્રાહ્મણ છે એવી ખાતરી થઈ.
ઉપરચેટિયા અંધશ્રદ્ધાવાળા જ્ઞાતિબંધનથી શા માટે હેરાન થાએ છે?” મેં એમને આગ્રહપૂર્વક વિનંતિ કરી: “તમારું સ્વાથ્ય એના કરતાં ખરેખર વધારે અગત્યનું છે.”
એ અંધશ્રદ્ધા કે વહેમ નથી. તમારા પશ્ચિમના વિજ્ઞાનનાં સાધને એ હજુ એની શેાધ નથી કરી, છતાં દરેક વ્યક્તિ એક જાતને તદ્દન વાસ્તવિક લેહચુંબક જેવો પ્રભાવ પાડતી હોય છે. રસોઈ બનાવનાર રસોઈયણ, અલબત્ત, અજ્ઞાત રીતે પણ એના પર પિતાની અસર પાડતી હોય છે. હલકા ચારિત્ર્યની રસોઈ બનાવ. નારી વ્યક્તિ પોતાની ખરાબ અસરથી ખોરાકને દૂષિત કરે છે. એ અસર એ ખોરાક ખાનારના શરીરમાં દાખલ થાય છે.
કેટલે ગજબને સિદ્ધાંત !” “પરંતુ એ સાચે છે.' મેં વિષયાંતર કરતાં પૂછ્યું : તમે કેટલાં વરસથી જ્યોતિષનું કામ કરે છે ?' ઓગણીસ વરસથી. મારા લગ્ન પછી મેં આ કામ ચાલુ કર્યું.'