________________
ગ્રહોના લેખ
૩૫
અનુભવથી કેટલા પ્રમાણમાં સાચાં ઠરાવી શકાય છે એના પર હતો. અને એ વખતે જે પૂરતાં મજબૂત કારણે આપવામાં આવે તો જ પ્રયોગો કરવા માટે હું તૈયાર હતો છતાં મારી કુંડળી પરથી કહીં બતાવેલા ફળાદેશે મને એવું માનવા પ્રેરિત કર્યો હતો કે હિંદુ જ્યોતિષશાસ્ત્ર કેઈ અંધશ્રદ્ધાથી ભરેલું અર્થ વગરનું ટાયલું નથી, અને એમાં ઊંડા સંશોધન માટે અવકાશ રહેલો છે. એ વિચાર મારા એ વખતના વલણની હદ બતાવતો હતો. '
એમના લખવા માટેના મોટા ટેબલ આગળ અમે એકમેકની સામે બેસી ગયા. અમારા પર તેલને દીવાને આછો પ્રકાશ પડવા માંડો. ભારતનાં બીજાં લાખો ઘરે એ વખતે રાતે એવી જ રીતે પ્રકાશિત થતાં હતાં.
“મારા ઘરના ચૌદ એરડા છે. જ્યોતિષીએ મને કહ્યું : એ મોટે ભાગે સંસ્કૃતમાં લખેલી પુરાણી હસ્તપ્રતોથી ભરેલા છે. એના પરથી સમજાશે કે એકલા રહેવા છતાં મારે આવા મોટા. ઘરની જરૂર શા માટે છે. આવો, અને મારા સંગ્રહને જોઈ લે.'
દીવાલે લટકતું ફાનસ લઈને એ બીજા ઓરડાને રસ્તો બતાવતા આગળ વધ્યા. દીવાલોની આગળ ખુલી_પેટીએ—પડેલી, એમનામાંથી એકમાં મેં દષ્ટિ ફેંકી તો તે કાગળે તેમ જ પુસ્તકાથી ભરેલી લાગી. એારડાની ફરસ ઢગલાબંધ પુસ્તકે, તાડપત્રો પરની હસ્તલિપિનાં બંડલ અને વખતના વીતવા સાથે ઝાંખાં પડી ગયેલાં પૂઠાંવાળા ગ્રંથોથી ઢંકાઈ ગયેલી હતી. મેં એક નાનકડું બંડલ મારા હાથમાં લીધું. એનું પ્રત્યેક પૃષ્ઠ ઝાંખા અને ન સમજી શકાય તેવા લખાણથી ભરેલું હતું. કમેકમે અમે બધાય ઓરડામાં ફરી વળ્યા અને બધે એવું જ દશ્ય નજરે પડયું. જ્યોતિષીનું પુસ્તકાલય એકદમ અવ્યવસ્થિત લાગ્યું. એમણે મને ખાતરી આપી કે એ પ્રત્યેક પુસ્તક અને કાગળથી સુપરિચિત છે. મને લાગ્યું કે
ભા. આ. ૨. ખે. ૨૧