________________
ગ્રહોના લેખ
૩૧૯
કાગળોથી છવાયેલા એક મોટા ટેબલ પાસે એમણે બેઠક લીધી. મને ખબર પડી કે એ પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવું અંગ્રેજી બોલી શકે છે, છતાં દુભાષિયાને વચ્ચે રાખ્યા વગર મારી સાથે સીધી જ વાત કરવા માટે થોડી સમજાવટ પછી જ હું એમને તૈયાર કરી શક્યો.
મહેરબાની કરીને સમજી લે કે હું માનનાર તરીકે નથી આવ્યો; પરંતુ તપાસ કરનારા તરીકે આવ્યો છું.” મેં શરૂ કર્યું.
એમણે માથું હલાવ્યું.
હું તમારી કુંડળી તૈયાર કરી બતાવીશ. પછી તમને સંતોષ થયો કે નથી થયો તે જણાવજો.”
“તમારી ફી કેટલી છે ?”
મારે ચાર્જ ચોકકસ નથી. કેટલાક સારી સ્થિતિવાળા લેકે મને સાઠ રૂપિયા આપે છે, તો કેટલાક બીજા વીસ રૂપિયા આપે છે. શું આપવું તે તમારા પર છોડું છું.'
મેં એમની આગળ ચોખવટ કરી લીધી કે ભવિષ્યની ચિંતાવિચારણું કરતાં પહેલાં મારો વિચાર એમના ભૂતકાળના જ્ઞાનની કસોટી કરવાનો છે. મારી વાત સાથે એ સંમત થયા.
ડાક વખત સુધી મારી જન્મતારીખ પરથી એમણે કાંઈક ગણતરી કરવા માંડી. દસેક મિનિટ પછી પોતાની ખુરસી પાછળની જમીન પર વાંકા વળીને તાડપત્રોનાં લખાણે તથા પીળા જેવા કાગળોના અવ્યવસ્થિત ઢગલામાંથી એમણે કાંઈક શોધવા માંડયું. આખરે એમણે જૂનાપુરાણું લંબચોરસ કાગળોનું નાનું બંડલ કાઢયું. પછીથી કાગળ પર વિચિત્ર લાગતી આકૃતિ દોરીને એમણે શરૂ કર્યું :
તમારા જન્મ વખતના ગ્રહોને આ નકશે છે. આ સંસ્કૃત શબ્દ નકશાના દરેક ભાગને અર્થ બતાવે છે. હવે ગ્રહો જે કહે છે તે જણાવું.