________________
૩૧૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
હતા. અંધારા, ગરમ, ઓરડામાં મેં મારા સાથીની પાછળ પાછળ પ્રવેશ કર્યો અને એના ઉંબરા પર પડતાંપડતાં બચ્યો પણ ખરો. નીચે નમતી વખતે મેં જોયું તે ઓસરીની જમીન પરની જેમ જ એારડાની કાચી જમીન પર પણ છૂટથી પાણી છાંટવામાં આવ્યું હતું. મને નવાઈ લાગી કે જ્યોતિષી પોતાના ગ્રહોના અભ્યાસમાંથી સમય કાઢી છોડવા ઉછેરીને રાહત મેળવે છે કે શું?
મારા સાથીએ જ્યોતિષીને માટે બૂમ પાડી. જુની દીવાલાએ એમના નામને પડઘો પાડ્યો. બેત્રણ મિનિટ રાહ જોઈને એ વેરાન જેવા દેખાતા મકાનની શાંતિને વચ્ચેવચ્ચે ભંગ કરતાં અમે કૂતરાંના ભસવા સાથે જ્યોતિષીને ફરી બૂમો પાડવા માંડી. ઉપલે માળે કાઈના ચાલવાને અવાજ સંભળાયો ત્યારે મને કાંઈક રાહત થઈ. થોડી વારમાં કોઈને અસ્પષ્ટ પદરવ અમારા એરડાની પાસે આવતો સાંભળી શકાય.
એટલામાં તો એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં ચાવીઓના ઝૂમખા સાથેની એક નાના કદની વ્યક્તિ ઉંબરા પર આવીને ઊભી રહી. એ પછી ઝાંખા પ્રકાશમાં ટૂંકે વાર્તાલાપ થયો, અને તિષીએ બીજું બારણું ઉઘાડયું એટલે એમાંથી અમે આગળ વધ્યા. બે મોટા પડદા એમણે એક તરફ ખસેડ્યા અને ગેલેરીમાં પડતી બારીઓ ઉઘાડી.
એ ઉઘાડેલી બારીમાંથી પડેલા પ્રકાશને લીધે તિષીની મુખાકૃતિ એકાએક પ્રકાશી ઊઠી. મેં એક એવા માણસને જોયા જેની આકૃતિ મૃત્યુલેક કરતાં પ્રેતકને વધારે મળતી આવતી હતી. વિચારના ગંભીર વમળમાં અટવાયેલા એવા માણસને મેં એ પહેલાં
ક્યારેય નહોતા જોયા. એમનું નિર્જીવ વદન, છેક જ પાતળું શરીર અને અલૌકિક ધીમું હલનચલન સાથે મળીને કાઈક વિલક્ષણ અસર ઉત્પન્ન કરતું હતું. એમની આંખની કીકીઓની ધોળાશ એની સાથેની કાળાશથી એવી તે અલગ તરી આવતી કે એવી છાપ વધારે ને વધારે પ્રબળ બનતી,