________________
ગ્રહોના લેખ
૩૧૭
હં. જો કે ભવિષ્યકથનને વેપાર કરનારા પ્રત્યે હું શંકાશીલ છું છતાં તમારા શબ્દોમાં વિશ્વાસ રાખું છું. તમે મને એ જ્યોતિષી પાસે લઈ જશો ?”
જરૂર. કાલે બપોર પછી તમે મારે ત્યાં આવી પહોંચજે. આપણે સાથે ચા-પાણ કરીશું અને એમની મુલાકાત લઈશું.'
વિશાળ ભવન, જૂનાં મંદિરો અને પીળાં પુછપથી છવાયેલાં નાનાં દેવસ્થાનેનું નિરીક્ષણ કરતા અમે નાવમાં આગળ વધ્યા. સ્નાન કરતા યાત્રીઓથી ભરેલાં ઘાટનાં વિશાળ પગથિયાં તરફ ઉદાસીનતાથી નજર નાંખીને મેં વિચારવા માંડયું કે વહેમ અથવા અંધશ્રદ્ધા પર અંકુશ આણવાને વિજ્ઞાનને દાવો તદ્દન સાચો હોવા છતાં મારે હજુ એ શીખવાનું બાકી છે કે સંશોધનવૃત્તિને વિજ્ઞાનિક વલણથી અંકુશમાં આણવાની છે. એમના કેટલાય દેશવાસીઓની જેમ પ્રારબ્ધવાદ પ્રત્યે ખાસ રૂચિ ધરાવતા મારા સાથી એ સંબંધમાં કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કરે તો તેમને ખુલ્લા મનથી વિચારવાની મારી તૈયારી હતી.
બીજે દિવસે એ સ્નેહાળ સંપર્કને પરિણામે હું સપાટ છાપરાંવાળાં મકાનના સમૂહની વચ્ચેથી પસાર થતી એક સાંકડી વાંકીચૂંકી શેરીમાં આવી પહોંચ્યો. એક સાધારણ, જૂના પથ્થરના બાંધેલા મકાન પાસે આવીને અમે ઊભા રહ્યા. અંધારા, નીચા છાપરાવાળા માર્ગથી આગળ વધી, માંડ ચાલી શકાય તેટલા પહોળાં પગથિયાં ચડીને એમની પાછળ પાછળ હું ચાલવા માંડ્યો. પછી એક નાના ઓરડામાંથી પસાર થઈને અમે અંદરના વિશાળ ચોકની એાસરીમાં આવી પહોંચ્યા. એ ચેકની ચારે તરફ ઘર બાંધવામાં આવેલું.
સાંકળે બાંધેલો કૂતરો અમને જોઈને જોરશોરથી ભસવા લાગ્યો. ઓસરીમાં મેટાં ફૂડની હાર હતી. તેમાં ફૂલ વગરના છોડ ઉગાડેલા