________________
૩૧૬
ભારતના આધ્યાત્િમક રહસ્યની ખોજમાં
મને એકાએક વિચાર આવ્યો કે મારા સાથીદાર કાંઈ મૂર્ખ તે નથી જ. એ એવા આધુનિક ઢબના હિંદુ છે જે ઘણું જ વ્યવહારુ હોવાની સાથેસાથે પશ્ચિમી શોધખોળને પરિણામે પ્રાપ્ત થયેલાં છેલ્લામાં છેટલી ઢબનાં સાધનોને લાભ લેતાં નથી અચકાતા. કેટલીક બાબતમાં એ મારા કરતાં પણ આગળ હતા. નાવ પર એ હાલતાં ચાલતાં ચિત્રો ખેંચવાને કેમેરા લઈને આવેલા. જયારે મારી પાસે એક સાધારણ કડક સિવાય બીજું કાંઈ જ નહોતું. એમના નેકરે થરમોસ ખોલીને ઠંડુ પીણું કાઢયું અને મુસાફરી માટેની એક ઉત્તમ આવશ્યકતાની મારી વિસ્મૃતિ માટે જાણે કે મને ઠપકે આપે. અને એમની વાતચીત પરથી મને જણાયું કે એમના મુંબઈવાસ દરમિયાન એમની દ્વારા થતે ટેલિફેનને ઉપયોગ મારી દ્વારા યુરોપમાં કરાતા ટેલિફોનના ઉપયોગ કરતાં ઘણું વધારે હતો. એ છતાં એ જ્યોતિષમાં વિશ્વાસ રાખતા હતા. એમના વ્યક્તિત્વનાં એવાં અસંગત તો જોઈને મને નવાઈ લાગી.
આપણે એકમેકને સમજી લઈએ. તમે એ સિદ્ધાંત પૂરેપૂરે સ્વીકારે છે કે, દરેક વ્યક્તિના જીવનની કારકિર્દી અને પ્રત્યેક દુન્યવી ઘટના પર એવા ગ્રહને અંકુશ છે જેમનું અંતર આપણું આ ઉપગ્રહથી કલ્પના પણ ન કરી શકાય એટલું મોટું છે?”
હા. હું એ સિદ્ધાંતમાં માનું છું.' એમણે શાંતિથી ઉત્તર આપ્યો.
શું કહેવું તેની સમજ ન પડવાથી મેં ગરદન હલાવી. એમણે દિલગીરી દર્શાવતું વલણ ધારણ કર્યું.
પ્રિય મહાશય, તમે પોતે જ તેમની પાસે જઈને ખાતરી શા માટે નથી કરતા ? તમારા દેશમાં કહેવાય છે કે ખીરનો સ્વાદ ખાવાથી જ ખબર પડે છે. તો સુધી બાબુ તમારા સંબંધમાં શું શોધી શકે છે તે તમે જ અનુભવી લે. મારે કોઈ સસ્તા ડોળઘાલુની જરૂર નથી રહી. મને તે એ માણસની સચ્ચાઈમાં વિશ્વાસ છે.”