________________
ગ્રહોના લેખ
- ૩૧૫
- “તે એ કદાચ એક જાતને ગાયોગ હેય.”
“ઠીક ત્યારે, મને એક વાત યાદ આવીથોડાં વરસ પહેલાં મને લાહોરમાં એક મોટા તિષીને ભેટો થઈ ગયો. એમની સલાહ મુજબ મેં એક મોટા વેપારની વાતચીત શરૂ કરી. એ વખતે એક ઘરડા માણસની સાથે મેં ભાગીદારી કરેલી. મારા ભાગીદારે આખુંય કામ ઘણું જોખમભરેલું છે એમ જણાવી મારી સાથે સહમત થવાને ઇનકાર કર્યો હતો. એ ધંધામાં ભાગ લેવા તૈયાર ન હોવાથી અમે ભાગીદારીમાંથી છૂટા થયા. મેં એકલે હાથે ધંધો ચાલુ રાખ્યો. એમાં મને આશ્ચર્યકારક સફળતા મળી અને લાભ થયો તે છતાં, લાહોરના જ્યોતિષીએ મને ઉત્સાહિત ન કર્યો હોત તે હું પોતે પણ એ ધંધો કરતાં અચકા હેત.
“તે પછી તમારે અભિપ્રાય એ છે કે..” મારા સાથીએ મારે માટે એ વાક્ય પૂરું કરી આપ્યું :
આપણાં જીવન ભાગ્ય પ્રમાણે ચાલતાં હોય છે અને એ ભાગ્યને નિર્દેશ ગ્રહોની સ્થિતિ પરથી મળી રહે છે.”
મેં ઉતાવળા હાવભાવદ્વારા એમના નિવેદન પ્રત્યે વિરોધ વ્યક્ત કર્યો.
મેં ભારતમાં એવા નિરક્ષર અને મૂખ જેવા જતિષીઓ જોયા છે કે કેઈને પણ એમની દ્વારા શી લાભકારક સલાહ મળી શકે તેની કલ્પના પણ નથી કરી શકતો.”
સુધી બાબુ જેવા વિદ્વાન પુરુષને તમને મળેલા અજ્ઞાન કેની સાથે તમારે ભેળવી દેવા ન જોઈએ. એ લેકે ઢોંગી હાઈ શકે; પરંતુ સુધી બાબુ તો પોતાની માલિકીના મેટા મકાનમાં રહેતા એક ઊંચી કોટિના બુદ્ધિશાળી બ્રાહ્મણ છે. એમણે અનેક વરસો સુધી પોતાના વિષયને ઊંડે અભ્યાસ કર્યો છે અને એમની પાસે એ વિષયના ઘણુ વિરલ ગ્રંથ છે.'