________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૩૧૧
ફેરબદલીને છાની રાખવાના અભિનય સિવાય બીજું કાંઈ જ નહતું. આ વિચારણામાં મદદરૂપ થનાર બીજો મુદ્દો એ છે કે અત્યાર સુધી વિશુદ્ધાનજો પોતાના શિષ્યોમાં કોઈનીય આગળ એનું રહસ્યઘાટન નથી કર્યું. પરચાળ પ્રયોગશાળાનાં મકાનની લંબાતી જતી યોજનાદ્વારા એમની આશાને ટકાવી રાખવામાં આવી છે. ભારતમાં રાક્ષસી કદની કાચની તખતી મેળવવાની શક્યતાને લીધે એ કામ પણ બંધ પડવું છે. એથી એમને માટે આશા રાખી ને રાહ જોયા સિવાય બીજો રસ્તો નથી રહ્યો.
સૂર્યકિરણના કેન્દ્રીકરણની પદ્ધતિ જે માત્ર બતાવવા પૂરતી જ હોય તો, પ્રશ્ન એ થાય છે કે વિશુદ્ધાનંદ ખરેખર કઈ પદ્ધતિને આધાર લેતા હશે. એવું પણ હોય કે પોતાના વ્યક્તિગત પ્રયત્નથી જે યોગશક્તિઓને વિકાસ થાય છે તેમાં જુદી જુદી સુંદર ખુશબોની ઉત્પત્તિ પણ એક હશે. હું તેને વિશે ચક્કસ નથી કહી શકતો. છતાં વિશુદ્ધાનંદના પ્રયોગોના ખુલાસા માટે ચોકકંસ સિદ્ધાંતના અભાવમાં એમની દ્વારા રજૂ કરાયેલી સૂર્યવિજ્ઞાનની વાતને સ્વીકારવાનું સાહસ તો નથી જ કરી શકતો. અને એ બાબતમાં મારા મગજને વધારે પરેશાન પણ શા માટે કરવું જોઈએ ? મારું કામ છે સમજાવી શકાય તેવું ન હોય તેને સમજાવવાનું નથી, પરંતુ ઘટનાઓને ફક્ત લહિયા થઈને લિપિબદ્ધ કરવાનું છે. ભારતીય જીવનની આ બાજુ ગુપ્ત રહે તે જ સારું છે. કારણકે નીચા કદના હૃષ્ટપુષ્ટ વિશુદ્ધાનંદ કે એમના કોઈ નિયુક્ત શિષ્ય બહારના લેકેને એમની અભુત વિદ્યા બતાવે અને વૈજ્ઞાનિકેનું ધ્યાન ખેંચે તોપણ એના રહસ્યનું ઉદ્ઘાટન થવાની આશા ન રાખી શકાય. મને લાગ્યું કે એમના વ્યક્તિત્વારા હું એટલું તો સમજી જ શક્યો છું.
મારી અંદરના અવાજે મને પૂછયું : એમણે મરેલા પક્ષીને કેવી રીતે સજીવન કર્યું ? અને પિતાના આયુને અનિશ્ચિત સમય સુધી લંબાવવાની પૂર્ણ ગીની પેલી શક્તિની વાત વિશે પણ