________________
૩૧૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
શું સમજવું? પૂના થાડા માનવેાએ દીર્ઘાયુ જીવનનું રહસ્ય સાચેસાચ હસ્તગત કર્યુ છે ?
અંદરના પ્રશ્નકર્તા તરફથી મારું ધ્યાન હટાવીને મે થાકીને આકાશ તરફ જોવા માંડયુ. તારાથી ભરેલા એ ગહન વિશાળ આકાશ પ્રત્યે મને માન થયું. ઉષ્ણકટિબંધના આકાશમાંના તારા જેવા તેજસ્વી તારા ખીજે કયાંય પણ નથી દેખાતા. એ પ્રકાશનાં બિંદુએ તરફ મેં એકસરખી સ્થિર દૃષ્ટિથી જોવા માંડયું...મારા જેવા બીજા માણસેા પર તથા ઢંગધડા વગરનાં મકાનાના સમૂહ પરમે ફરી દિષ્ટ ફેકી ત્યારે આ જગતના ગૂઢ રહસ્યને અનુભવ મને વધારે ઊંડાણુથી થવા લાગ્યા, દશ્ય વસ્તુએ અને સામાન્ય પદાર્થો ઝડપથી અદૃશ્ય થતા જતા લાગ્યા, અને હાલતીચાલતી પડછાયાવાળી આકૃતિએ, ધીમી ગતિએ સરી જતી નૌકાએ અને ઘેાડાક તેજસ્વી દીવાએ રાત્રીને તથા વાતાવરણને સ્વપ્નની આનંદદાયક દુનિયાના પ્રદેશમાં પલટાવતા દેખાયા. જગત સાચું જોતાં સ્વપ્ન જેવું છે એ જૂના ભારતીય તત્ત્વજ્ઞાનના સિદ્ધાંત મારા મનમાં તરવા માંડવો અને વાસ્તવિકતાની મારી બુદ્ધિના નાશ કરવામાં ભાગ ભજવવા લાગ્યા. અવકાશની અનંતતામાંથી ઝડપથી આગળ વધતા ઓ ગ્રહ પર મને જે અવનવા અનુભવેશ થઈ શકે તે કરવા મે તૈયારી કરી.
પરંતુ આ મલાકના કાઈ પ્રાણીએ ઉચ્ચ સ્વરે એકસરખા શુષ્ક ગીતસ્વરા છેડાને મારા એ સ્વર્ગીય સ્વપ્નને કઠોરતાપૂર્વક તેાડી નાખ્યુ. એને પરિણામે માણસે જેને જીવન કહીને ઓળખે છે તે અનિશ્ચિત ભાગા અને અણુધાર્યો શોકેાના પ્રબળ પ્રવાહમાં હુ ઝડપથી પાછા ફર્યા.