________________
૩૧૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સભ્યતાની આરપારથી અમે એકમેકને સમજી શકીએ છીએ કે નહિ તેને વિચાર કરતાં મેં મારા ગજવામાંથી પૈસા કાઢયા. એણે મારી મદદ ખૂબ શાંતિ ને મોભાપૂર્વક લીધી, એના ભસ્મ લગાડેલા કપાળે હાથ લગાડીને સલામ કરી, અને ચાલવા માંડયું.
હવાનાં સૂક્ષ્મ પરમાણુઓની મદદથી પ્રયોગ કરનાર અને મરેલાં પક્ષીઓને થોડાક વખત માટે પણ સજીવન કરનાર એ ચમતકારિક સંતપુરુષને રહસ્ય પર મેં લાંબા વખત સુધી વિચાર કરી લે છે. સૂર્યવિજ્ઞાન વિશેને એમને ઉપરથી ઠીક દેખાતો સંક્ષિપ્ત ખુલાસો મારે ગળે નથી ઊતરતે. આજના વિજ્ઞાને સૂર્ય પ્રકાશમાં છુપાયેલી શક્યતાઓની પૂરેપૂરી શોધ કરી છે, એ હકીકતને ઈનકાર કોઈ અવિચારી પુરુષ જ કરી શકશે. પરંતુ આ બાબતમાં કેટલાક એવા મુદ્દા સડેવાયેલા છે જે મને એના ખુલાસા માટે બીજે જોવાની ફરજ પાડે છે.
પશ્ચિમ ભારતમાં મારી માહિતી મુજબ એવા બે યોગીઓ રહેતા હતા, જે વિશુદ્ધાનંદના પ્રયોગોમાંને એક એટલે કે હવામાંથી જુદીજુદી સુવાસ પેદા કરવાને પ્રયોગ કરી શકતા હતા. છેલ્લા સૈકાની સમાપ્તિ દરમિયાન એ બંને પુરુષે મૃત્યુ પામ્યા હતા. એ વસ્તુ મારી તપાસ પૂરતી કમનસીબ સાબિત થઈ. છતાં મારી માહિતી પૂરતા વિશ્વસનીય સૂત્ર પાસેથી મળી હતી. બંને પ્રસંગમાં યોગીના હાથની હથેળી પર એક સુવાસિત પ્રવાહી અત્તર દેખાડવામાં આવતું. એ ચામડીમાંથી પરસેવાની પેઠે નીકળ્યું હોય એવો ભાસ થતો. કેટલીક વાર એ સુવાસ એટલી બધી તેજ રહેતી કે આખા ઓરડામાં ફરી વળતી.
જે વિશુદ્ધાનંદ પણ એવી જ અભુત શક્તિ ધરાવતા હોય, તે એ પિતાની હથેળી પરની સુવાસ રૂમાલમાં સહેલાઈથી ફેરવી શકે અને એ જ વખતે મૅગ્નીફાઇંગ લેન્સ કે કાચની સાથે હાથનો અભિનય પણ કરી શકે. ટૂંકમાં કહીએ તો સૂર્ય પ્રકાશને કેન્દ્રિત કરવાની આખીય પ્રક્રિયા, જાદુઈ રીતે પેદા કરેલી ખુશબોની