________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૩૦૯
એ પછીના બીજા કલાક દરમિયાન ઓરડામાં શાંતિ રહી. વિશદ્ધાનંદ બંગાળીમાં છપાયેલા મુખપૃષ્ઠવાળા એક દળદાર પુસ્તકના મેટા પાના પર આંગળી ફેરવવા લાગ્યા. શિષ્ય જોઈ રહ્યા, નિદ્રાધીન થયા કે ધ્યાન કરવા માંડ્યા. એક જાતની આરામદાયક
હિનીની અસર મારા પર થવા લાગી. મને થયું કે જે હું લાંબા વખત સુધી બેસી રહીશ તે મને ઊંઘ આવશે કે પછી મારાથી કેઈક પ્રકારની ભાવદશામાં ડૂબી જવાશે, એટલે મારી વૃત્તિઓને પાછી વાળી, વિશુદ્ધાનંદને આભાર માનીને, મેં વિદાય લીધી.
થોડેઘણો આહાર કરીને, પુણ્યાત્માઓ તથા પાપીઓનું એકસરખું આકર્ષણ કરનારા એ પચરંગી શહેરમાં આવેલી કષ્ટદાયક સાંકડી શેરીઓમાંથી હું આગળ વધ્યો. એ પોતાની ભરચક વસ્તીમાં દેશભરના પવિત્ર આત્માઓને તે આકર્ષે છે, પરંતુ અપવિત્ર, લફંગા અને અનીતિમાનને પણ પોતાની તરફ ખેંચ્યા કરે છે, તે પછી ધર્મગુરુઓને આકર્ષે એમાં તો નવાઈ જ શી ?
ગંગાતટ પરના મંદિરના રણકી ઊઠતા ઘંટનાદે સાંજની ઉપાસનાને સંદેશો સંભળાવ્યો. ઝાંખા આકાશ પર રાત્રી ઝડપથી આગળ વધવા માંડી. સૂર્યાસ્ત વખતે બાંગ પોકારતા મુલ્લાઓ મહમદના અનુયાયીઓને પ્રાર્થના કરવાનું કહેવા લાગ્યા.
એ અત્યંત પૂજ્ય ને પ્રાચીન નદી ગંગાના તટ પર બેસીને મંદમંદ પવનથી હાલતાં તાડવૃક્ષને ખડખડાટ હું સાંભળવા લાગ્યો.
રાખડી ચોળેલે એક ભિખારી મારી આગળ આવીને ઊભો રહ્યો. મેં એની તરફ જોવા માંડયું. એ કઈક સાધુ હોય એવું લાગ્યું. કેમ કે એની આંખમાં કોઈ અપાર્થિવ તેજ પ્રકાશનું હતું. મને એવું થયું કે ભારતને સારી રીતે સમજવામાં મને સફળતા મળી છે, એવી મારી માન્યતા બરાબર નથી. અમને અલગ પાડતી
ભા. આ. ૨. છે. ૨૦