________________
૩૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં .
વખત વધારીને દસ મિનિટને કરી શકાય. ત્રણ માસ પછી વીસ મિનિટના કરાય, અને એવી રીતે વધારતા જવાય. મેરુદંડને સીધે રાખવાનુ ધ્યાન રાખવું જોઈએ. એ આસનથી શારીરિક સ્થિરતા, સમતુલા તથા માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. યેાગના આગળના અભ્યાસને માટે શાંતિ જરૂરી છે.’
"
તા શું તમે હયેાગ શીખવા છે ?’
‘હા. એવી કલ્પના ન કરતા કે રાજયોગ એનાથી ઉત્તમ છે. પ્રત્યેક મૃનુષ્ય વિચારવાની ને વર્તવાની બેવડી પ્રવૃત્તિ કરતા હેાવાથી આપણી પ્રકૃતિની બન્ને બાજુ માટેની તાલીમ પણ હાવી જોઈએ. શરીરની અસર મન પર પડે છે, તે મનની અસર શરીર પર પડતી હાય છે. વ્યાવહારિક વિકાસના ક્ષેત્રમાં એમને અલગ..
પાડી શકાય.’
અધિક પ્રશ્નોત્તર કરવાની એમની નામરજી મને ફરી એક વાર જાવા લાગી. માનસિક ઠંડક આખા વાતાવરણમાં ફરી વળી. એમને છેવટને સવાલ પૂછીને એમની તરત વિદ્યાય લેવાને મેં નિર્ણય કર્યો.
• જીવનના કાઈ આદર્શ કે હેતુ છે અથવા નથી એની શેાધ તમે કરી ચૂકયા છે ? ’
મારી નિખાલસતા જોઈને ત્યાં ખેડેલા શિષ્યો ગંભીરતાના ત્યાગ કરી સ્મિત કરવા લાગ્યા. કાઈ એકાદ નિર્દોષ, નાસ્તિક પશ્ચિમી જ આવા પ્રશ્ન પૂછવાનું સાહસ કરી શકે. ઈશ્વર પેાતાના વ્યક્તિગત હેતુ માટે સંસારને ધારણ કરે છે એવું કઈ પણ જાતના અપવાદ વગર બધાં જ હિન્દુ ધર્મશાસ્ત્રો નથી કહેતાં ?
વિશુદ્ધાનંદે ઉત્તરન આપ્યા. એમણે શાંતિમાં ડૂબેલા રહીને કવિરાજ તરફ દૃષ્ટિ ફેકી. એથી એમણે ઉત્તર પૂરા પાડચો :
· જીવનની પાછળ ખરેખર હેતુ રહેલા છે. આપણે આત્મિક પૂર્ણતાની પ્રાપ્તિ કરવાની છે કે ઈશ્વર સાથે એકતા સાધવાની છે.'