________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખાજમાં
બરાબર છે.' મે` આશ્ચર્ય ચકિત થઈને ઉત્તર આપ્યા. મનની વાતને જાણી લેવાના આ અસાધારણ પ્રયાગ કહેવાય !
૪૬
.
‘હવે કાગળના ટુકડાની ગડી કાઢી નાખે.’ એમણે સૂચના કરી, કાગળના નાના ટુકડાને ટેબલ પર મૂકીને મેં પહેાળા તે સરખા કર્યો. હવે તે પહેલાંના આકારના બની ગયા.
'
એનું અવલાકન કરો.'
એમણે આજ્ઞા કરી.
મેં એ પ્રમાણે કર્યું તેા એક અજબ જેવી વસ્તુ જોવા મળી. ચાર વરસ પહેલાં જે શહેરમાં હું રહેતા હતા તે શહેરનું નામ કાઈ અદૃશ્ય હાથે એ કાગળ પર પેન્સિલથી લખી નાખેલું. મારા પ્રશ્નની નીચે જ એ ઉત્તર લખવામાં આવેલા.
મહમદ બેએ સફળતાપૂર્વક સ્મિત કર્યુ..
· એ જવાબ છે. એ શું સાચેા છે ? ’ એમણે ખુલાસા માગ્યા. મે એમને આ ભરી સંમતિ પૂરી પાડી. મારી માંત્રમુગ્ધતાને પાર નહેાતા. એમનેા પ્રયાગ માનવા જેવા નહોતા લાગતા. વધારે ચેાકસાઈ કરવા માટે મેં એમને એ પ્રયાગનું પુનરાવન કરવા કહ્યું. એમણે મારી માગણી મજૂર રાખી, અને મેં ખીજો પ્રશ્ન તૈયાર કર્યો, તે પહેલાં તે મારા લખાણને વાંચવા જેટલા પાસે હતા એવા શકય આક્ષેપને અંત લાવવા, ખારી પાસે પહેાંચી ગયા. મેં એમના તરફ ઝીણવટથી જોયા કર્યું તેા જણાયું કે એમની નજર નીચેના રસ્તા પરના સુંદર દેખાવ પર મંડાયેલી હતી.
એક વાર ફરીથી મેં કાગળની ગડી વાળી અને મારા હાથની પેન્સિલ સાથે દુખાવી રાખ્યા. ટેબલ પાસે પાછા ફરીને આંખ ખંધ કરીને એ ઊંડા ધ્યાનમાં હૂખી ગયા, અને પછી ખેાલ્યાં : તમારા બીજો પ્રશ્ન એ છે કે બે વરસ પહેલાં હું કયા પત્રનું સંપાદન ફરતા હતા.’
.