________________
ઇજિપ્તના જાદુગર
૪૫
એમણે મારી ઈચ્છાને બરાબર ઓળખી લીધી. મેં સંમતિ આપી.
“ઠીક, તમારી પાસે પેન્સિલ તથા કાગળ છે ?”
ખિસ્સામાંથી નેટબુક કાઢીને એનું એક પાનું મેં ફાડી આપ્યું અને એમને પેન્સિલ આપી.
“બરાબર. હવે કાગળ પર થોડાક પ્રશ્નો લખી દે.” એમ કહીને એ બારીની પાસેના ટેબલ પાસે બેસી ગયા. મારી તરફ એમણે અડધી પીઠ કરી અને નીચેની શેરી તરફ જવા માંડયું. અમારી વચ્ચે થોડાક ફીટની જગ્યા ખાલી હતી.
કઈ જાતના પ્રશ્નો લખું ?” મેં કુતૂહલ બતાવ્યું. તમને જે ગમે તે.” તેમણે તરત જ ઉત્તર આપ્યો.
મારા મગજમાં વિચારે રમવા માંડ્યા. આખરે મેં એક ટ્રકે પ્રશ્ન લખી કાઢો : “ચાર વરસ પહેલાં હું ક્યાં રહેતું હતું ?”
“હવે નાનામાં નાને સમચોરસ થાય ત્યાં સુધી એ કાગળને ઉપરાઉપરી વાળતા જાઓ.” એમણે સૂચના આપી : “એને એટલે બને તેટલે નાને કરે.”
મેં એ પ્રમાણે કરી દીધું એટલે પિતાની ખુરશી મારા ટેબલ પાસે ખેંચીને એ ફરીથી મારી સામે બેસી ગયા.
તમારા જમણા હાથની હથેળીમાં કાગળ તથા પેન્સિલ બંનેને મજબૂત રીતે પકડી રાખે.”
બંને વસ્તુઓને મેં જોરથી પકડી રાખી. ઈજિપ્તવાસીએ આંખ બંધ કરી. જાણે કે એ ઊંડા ધ્યાનમાં ડૂબી ગયા. પછી એમણે આંખ ખોલી, રતૂમડી આંખે મારી તરફ સ્થિરતાથી જોઈ રહ્યા અને શાંતિથી કહેવા લાગ્યા :
તમે એ પ્રશ્ન પૂછે કે ચાર વરસ પહેલાં હું ક્યાં રહેતો હતો ?”