________________
૪૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં.
થોડો વખત વીત્યા પછી એમણે પૂછયું : “તમે કઈ વર્તમાનપત્રનું પ્રતિનિધિત્વ કરે છે ?'
“ના. ભારતમાં હું અંગત કાર્ય માટે જ આવ્યો છું કેટલીક અવનવી માહિતી મેળવવા, અને શક્ય હોય તો લેખનકાર્યમાં મદદ મળે તેવી કેટલીક ને તૈયાર કરવા
અહીં તમે લાંબે વખત રહેવા માગો છે ?”
એને બધો આધાર સંજોગો પર છે. મેં કઈ વખત નથી નક્કી કર્યો.” મેં ઉત્તર આપ્યો, અને એવી વિચિત્ર લાગણી અનુભવી કે આ તો જે મુલાકાતી છે તેની જ મુલાકાત લેવાઈ રહી છે. પરંતુ એમના આગળના શબ્દોએ મારો ભાવ બદલી નાખ્યો.
“હું પોતે પણ અહીંના લાંબા પ્રવાસે આવ્યો છું. એક વરસ પણ થાય અને બે વરસ પણ થઈ જાય, પછી દૂર પૂર્વમાં જવાને - વિચાર કરી રહ્યો છું. ઈશ્વરની ઈચ્છા હશે તે દુનિયાનું દર્શન કરીને ઈજિપ્તના મારા ઘેર પાછો ફરીશ.”
નાસ્ત પૂરું થયું એટલે નેકરે અંદર આવીને ટેબલ સાફ ર્યું, મને થયું કે ઊંડા પાણીમાં ડૂબકી મારવાને અવસર આવી પહોંચ્યો છે.
તમે જાદુઈ શક્તિઓ ધરાવે છે એ વાત સાચી છે?” મેં એમને ખાસ પ્રશ્ન પૂછી કાઢયો.
એમણે શાંતિ તથા શ્રદ્ધાપૂર્વક ઉત્તર આપ્યો: “સર્વશક્તિમાન ઈશ્વરે મને એવી શક્તિઓ આપી છે ખરી.
હું શાંત રહ્યો. એમની ઘેરી રતૂમડી આંખ મારા તરફ સ્થિર થઈ.
મારી શક્તિઓને પ્રયોગ કરી બતાવું તે તમને ગમશે ?” એમણે એકાએક પ્રશ્ન કર્યો.