________________
ઇજિપ્તના જાદુગર
મુલાકાત માટેની કાપલીની પાછળ મારી ઇચ્છાને વ્યક્ત કરતી ડીક લીટીઓ મેં લખી નાખી, અને એની જમણી બાજુએ એવી નાજુક આકૃતિઓ દેરી જેના પરથી એ સ્પષ્ટ સમજી શકાય કે એમની પરંપરાગત ગૂઢ વિદ્યાથી હું એકદમ અજાણ તે નથી જ. અને જે મને એમની મુલાકાત મેળવવામાં મદદ કરે. એક ધીમી ચાલે ચાલનારા નોકરને મેં એ કાપલી આપી, વધુમાં એક રૂપિયા પણ આપે, અને એને ઉપર જાદુગરના ઓરડામાં મેકલ્ય.
પાંચ મિનિટ પછી એનો ઉત્તર આવી ગયોઃ “મહમદ બે તમને અત્યારે જ મળી શકશે. એ નાસ્તો કરવાની તૈયારીમાં છે અને તમને નાસ્તામાં જોડાવાનું આમંત્રણ આપે છે.”
એ પહેલી સફળતાથી મારે ઉત્સાહ વધી ગયે. નેકર સાથે દાદર ચઢીને ઉપર જતાંવેંત જ મેં મહમદ બેને એક ટેબલ પાસે બેઠેલા જોયા. એના પર ચા, પાંઉ તથા મુરબ્બો હતો. એ મારા સત્કારમાં ઊભા ના થયા. એને બદલે સામે પડેલી ખુરશી તરફ આંગળી કરીને ચોખ્ખા, પડ પાડતા સ્વરમાં કહેવા માંડયા :
બેસો. માફ કરજો; હું કોઈની સાથે હાથ નથી મેળવતો.”
એમણે રાખેડી રંગને ખુલ્લો ઝભ્ભો પહેરેલ. એમના મસ્તક પર બદામી રંગના વાળને જ હતો. એમના કપાળ પર વાંકડિયા વાળની લટો ફેલાઈ રહી હતી. એમણે પ્રશ્ન કર્યો ત્યારે સુંદર સ્મિતની પાછળથી એમના સફેદ દૂધ જેવા દાંત પ્રકાશી ઊઠયાઃ
તમે મારી સાથે નાસ્તો કરશો કે?”
મેં એમને આભાર માન્ય. ચા પીતાં પીતાં એમની હોટલમાંની પ્રતિષ્ઠા વિશે તથા લાંબા વખતના વિચાર પછી મેં એમની પાસે પહોંચવાના નિર્ણય વિશે વાત કરી. એ સાંભળીને એ હસી પડ્યા, પોતાની અસહાયતા બતાવતા હોય એવી રીતે હાથ ઊંચો કર્યો, અને કશું જ ના બોલ્યા,