________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કરણ કરવાની કેશિશ કરનારી કોઈ ચતુર વ્યક્તિરૂપે પણ એને ના માની લેતા. એ પુરુષ તો મધ્યકાળના જાદુગરોની શ્રેણીના હતા. સાધારણ રીતે લેકે જેમને નથી દેખી શકતા પરંતુ એ જેમને
સ્પષ્ટ રીતે જોઈ શકતા, એવા રહસ્યમય આત્માઓની સાથે એમને હંમેશાં કામ પડતું. એમણે એવી પ્રતિષ્ઠા પેદા કરેલી. હોટલના કર્મચારીઓ એમના તરફ ભયભીત નજરે જોતા અને મંદ સ્વરે એમને વિષે વાત કરતા. જ્યારે જ્યારે એ પસાર થતા ત્યારે ત્યારે બીજા લેકે તરત જ પોતાની વાતો બંધ કરતા, અને ગભરાયેલી, જિજ્ઞાસાભરી નજરે જોઈ રહેતા. એ એમની સાથે કોઈ ખાસ વાતચીત ના કરતા, તેમ જ સામાન્ય રીતે એકલા જમવાનું જ પસંદ કરતા.
અમારી દષ્ટિએ એ વિશેષ રહસ્યમય તો એટલા માટે લાગતા કે એ અંગ્રેજ કે ભારતીય નાગરિક ન હતા. એ નાઈલ નદીના પ્રદેશના પ્રવાસી હતા, અથવા સાચું કહીએ તો ઈજિપ્તની જાદુગર !
મહમદ બેને બહાર દેખાવ એમની ઊંચી શક્તિઓ સાથે જરા પણ બંધબેસતો નહોતો લાગતો. મારી કલ્પના પ્રમાણેના ગંભીર વદન અને પાતળા શરીરને બદલે એમનું વદન દેખાવડું અને હસતું હતું. એમનું શરીર સુદઢ તથા એમના ખભા વિશાળ હતા. અને એમની ચાલ પણ કર્તવ્યપરાયણ મનુષ્યના જેવી ઝડપી હતી. સફેદ ઝભ્ભો કે વિશાળ કફની પહેરવાને બદલે એમણે સુંદર બંધબેસત, આધુનિક પોશાક ધારણ કરેલ. પેરિસની ઉત્તમ પ્રકારની હોટલમાં એકાદ સાંજને સમયે જોવા મળતા ફાન્સ દેશના નિવાસીને એ બરાબર મળતા આવતા.
બાકીના આખાયે દિવસ દરમ્યાન એ વાતને મેં વાગોળ્યા કરી. સવારે એક સ્પષ્ટ નિર્ણય સાથે હું જાગી ગયો. મહમદ બેની મુલાકાત લઈને વર્તમાનપત્રના મારા સહધર્મીઓની ભાષામાં કહું તો એમની જીવનકથા સાંભળવાને મેં સંકલ્પ કર્યો.