________________
ઇજિપ્તના જાદુગર
એ હકીકત સાચી છે, અને કદાચ રહસ્યમય પણ છે, કે મારી વિચિત્ર શોધમાં ભાગ્યને અજમાવવાની મેં શરૂઆત કરી તે પહેલાં નસીબ પતે જ મારી શોધ કરતું આવી પહોંચ્યું. એક પ્રવાસી તરીકેના મુંબાઈનાં દર્શનીય સ્થળને જેવાના હકનો મેં ઉપયોગ નથી કર્યો. શહેરના સંબંધમાં હું જે કાંઈ જાણું છું તેને એક પોસ્ટકાર્ડમાં સમાવી શકાય તેમ છે. એક સિવાયની મારી બધી જ પેટીઓ ખોલેલી શાંત દશામાં પડી રહેલી. સ્ટીમર પરના સંસર્ગ દરમિયાન મને જાણવા મળેલું કે મેજેસ્ટીક હોટલ શહેરની બધી હોટલમાં સૌથી વધારે આરામદાયક છે. એટલે મારી બધી પ્રવૃત્તિ એ હોટલના મારી આજુબાજુના વાતાવરણથી પરિચિત થવાના પ્રયાસ માટે થઈ રહેલી. એ પ્રવૃત્તિને પરિણામે મને એક આશ્ચર્યકારક માહિતી મળી. એ હોટલમાં મહેમાનરૂપે જાદુગરના કુટુંબી જેવો, મંત્રોને ભણનારો, અથવા ટૂંકમાં કહું તો, ચમત્કાર કરનારે માનવ રહેતો હતો.
મંત્રમુગ્ધ બનેલા સામાન્ય પ્રેક્ષકની મદદથી પિતાના અને થિયેટરવાળા કિમતને ચમકાવનારા હાથચાલાકી કરનારા જાદુગરમાંના એક જે એને ના સમજતા. રજન્ટ સ્ટ્રીટ કરતાં વધારે રસાળ વાતાવરણની વચ્ચે મુશ્કેલીન અને ડેન્ટ જેવાના પ્રયોગોનું અનુ