________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
હું અત્યંત અચરજ પામીને ચાલવા માંડું છું. પૂર્વને મારે પ્રવાસ લાંબા વખત પહેલાં થવાની સંભાવના નથી લાગતી. પ્રવૃત્તિઓની પરંપરામાં હું એ તે ઊંડે ડૂબતો જાઉં છું કે એમાંથી બહાર નીકળવાનું પ્રમાણમાં ઘણું મુશ્કેલ લાગે છે. થોડા વખત તે નિરાશાવાદથી પણ ઘેરાઈ જાઉં છું. અંગત આશાઓ અને વ્યક્તિગત બંધનોની ભુલભુલામણીમાં બંધાયેલા રહેવાની પ્રારબ્ધ મને સજા ફરમાવી છે કે શું ?
પ્રારબ્ધના અદષ્ટ લખાણની મારી કલ્પના પેટી ઠરે છે. ભાગ્યદેવતાના આદેશ પ્રત્યેક દિવસે છૂટતા જાય છે, અને એમને વાંચવાની શક્તિ ના હોવા છતાં, અજ્ઞાત રીતે પણ આપણે એમનું પાલન કરતા જઈએ છીએ. બાર મહિના પૂરા થતાં પહેલાં જ મારે મુંબાઈના એલેક્ઝાંડ્રા ડોકમાં ઊતરવાનું થાય છે. એ પૂર્વીય નગરના પચરંગી જીવનમાં ભળી જવાનો અને એના પચરંગીપણમાં ફાળો આપનારી એશિયાની વિભિન્ન ભાષાઓને સાંભળવાનો અવસર મને આવી મળે છે.