________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
, એક રાતે અમે સાથે સાથે સુંદર બત્તીઓવાળી, સરસ રીતે બનાવેલી રસાઈવાળી, બોહેમિયન હોટલમાં જમવા જઈએ છીએ. ભોજન પૂરું કર્યા પછી, આકાશમાં દેખાતા પૂનમના ચંદ્રપ્રકાશથી મુગ્ધ બનીને, અમે ઘર તરફ પગપાળા જ ચાલવાનો નિર્ણય કરીએ છીએ.
સાંજના મોટા ભાગના વખત દરમિયાન અમારો વાર્તાલાપ સાદે અને હળવે હતો, પરંતુ શહેરની શાંત શેરીઓમાં આગળ ને આગળ વધતા ગયા તેમ તે તત્ત્વજ્ઞાનના ઊંડાણમાં ઊતરતો ગયો. રાત્રીની અમારી મુસાફરીને અંતે અમે એવા ગૂઢ વિષયની ચર્ચા કરીએ છીએ કે મારા મિત્રની મુલાકાતીઓ એમનાં નામ સાંભળીને પણ ભય પામે. એમના ઘરના બારણની બહાર ઊભા રહીને એ વિદાયને હાથ લંબાવે છે. મારે હાથ પકડતી વખતે એ ગંભીર સ્વરમાં સંબોધીને કહેવા માંડે છે :
“ આ વ્યવસાય તમારે નહોતો કરવો જોઈતો. શાહીને તાજી રાખનારા લેખનના કાર્યમાં પડેલા તમે ખરેખર કેઈક ફિલસૂફ છે. કેઈક યુનિવર્સિટીમાં દાખલ થઈને શાંત સંશોધનમાં તમારું જીવન તમે શા માટે ના ગાળ્યું? મગજના સૂક્ષ્મતમ પ્રદેશમાં પરિભ્રમણ કરવાનું તમને પસંદ છે. મનના મૂળને પ્રાપ્ત કરવાનો તમારો પ્રયાસ છે. એક દિવસ તમે ભારતના યોગીઓ, તિબેટના લામાઓ અને જાપાનના ઝેન સાધુઓને શોધવા માટે નીકળી પડશે. તે પછી કેટલાંક રહસ્યમય વર્ણને લખશો. ગુડ નાઈટ !”
એ યોગીઓ વિશે તમે શું ધારો છો?'
એમણે પિતાનું મસ્તક નીચે નમાવીને મારા કાનમાં ધીમેથી કહેવા માંડયું :
મારા મિત્ર, એમની વાત એ જ જાણે છે, એ જ જાણે છે.”