________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ધંધાકીય બાબતોને લીધે મારે કેટલાક કાળ સુધી એક એવા પુરુષના પરિચયમાં આવવાનું બને છે જેને માટે મને ઊંડું માન તથા મૈત્રીભાવ છે. એ અત્યંત ચતુર છે અને માનવસ્વભાવને બારીક રીતે અને સંપૂર્ણપણે સમજી શકે છે. વરસો પહેલાં અમારી એક યુનિવર્સિટીમાં એ ફીઝીઓલોજીના પ્રોફેસર હતા, પરંતુ એ જીવનમાં એમને રસ ન હતો. એને ત્યાગ કરીને બુદ્ધિને વધારે વ્યવહારુ ઉપયોગ કરવા માટે એમણે ઘાસચારાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. થોડો વખત તો મોટા મોટા ઉદ્યોગપતિઓના સલાહકાર તરીકે કામ કર્યું. મોટી કંપનીઓના માલિકો પાસેથી મોટી ફી લેવાની વાતો એમણે કેટલીય વાર કહી બતાવેલી.
બીજાને પુરુષાર્થમાં પ્રેરવાની કુદરતી બક્ષીસ સાથે એમને જન્મ થયો છે. ઓફિસના નેકરથી માંડીને લાખોપતિ જેના પણ પરિચયમાં એ આવે છે તે એમના સંસર્ગમાંથી ન ઉત્સાહ ને મદદ પ્રાપ્ત કરે છે. ધંધામાં તથા વ્યક્તિગત વિષયોમાં એમની પ્રેરણા ને દૂરદર્શિતા આશ્ચર્યકારક રીતે સારી ઠરતી હોવાથી, એમની પ્રત્યેક સલાહ હુ ધ્યાનમાં રાખું છું. મને એમના સમાગમમાં એટલા માટે પણ આનંદ આવે છે કે એમની પોતાની પ્રકૃતિના બાહ્યાભ્યતર નિરીક્ષણનો સમન્વય એ સફળતાપૂર્વક કરી શક્યા છે. એને લીધે એક પળમાં તત્ત્વજ્ઞાનની ઊંડ ચર્ચા કરે છે તો બીજી જ પળે ધંધાકીય સમાચાર સાંભળે છે. વધુમાં એ દી નીરસ નથી લાગતા, પરંતુ હંમેશાં વિનોદી અને હસમુખા દેખાય છે.
એમના અંગત મિત્રમાંના એક તરીકે એ મારે સ્વીકાર કરે છે. કોઈ વાર અમે કલાકે લગી સાથે કામ કરીએ છીએ અને આનંદ માણીએ છીએ. એમની વાત સાંભળતાં મને કંટાળે નથી આવતો, કારણ કે એમના વિષયેનું વૈવિધ્ય મને પરવશ કરે છે. એક સાધારણ મગજમાં આટલા બધા જ્ઞાનને સમાવેશ થયેલ જોઈને મને વારંવાર વિસ્મય થાય છે.