________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
૩૭
કરે છે ને રસવૃત્તિને વધારે છે. પત્રકારિત્વના મારા વ્યવસાયે અસામાન્ય વસ્તુને અસામાન્ય સૂક્ષ્મતાથી કસવાની વૃત્તિ મારામાં પેદા કરી છે. ગ જેવા ઘણા ઓછા જાણીતા માર્ગની શોધ કરવાની સંભાવના મને મુગ્ધ કરે છે. મારી કલ્પનાને વધારે ને વધારે વિશાળ બનાવવા અને અવસર મળતાં ભારતની પહેલી સ્ટીમરમાં બેસી જવાને હું નિર્ણય કરું છું.
ઊગતા સૂર્યના પ્રદેશમાં પ્રવાસ કરવા માટેના મારા નિર્ણયને છેવટને બનાવવામાં જે પૂર્વીય મિત્રે ફાળો આપ્યો છે તે કેટલાક મહિના લગી એમને ઘેર મારે સત્કાર કરતા રહે છે. જીવનના ઘૂઘવતા સાગરમાંથી આગળ વધવામાં એ મને મદદ કરે છે. અને એ છતાં એના અજ્ઞાત પાણી પરથી પસાર કરનારા નાવિકને પાઠ ભજવવાની ના પાડે છે. કોઈ પણ યુવકને માટે પોતે ક્યાં છે એ જાણવાનું, પિતાની સુષુપ્ત શક્તિઓને પરિચય પામવાનું, અને પિતાના વિચારોને
સ્પષ્ટ કરવાનું ઘણું મહત્ત્વનું છે. અને એમાં મદદરૂપ થવા મારા જીવનમાં આરંભના આશીર્વાદરૂપે આવેલા એ પુરુષ પ્રત્યે મારી કૃતજ્ઞતા બતાવું એ અનુચિત નહિ લેખાય. એક અમંગલ દિવસે ભાગ્યચક્ર ફરે છે અને અમે વિખૂટા પડીએ છીએ. થોડાં જ વરસમાં એમના દેખીતી રીતે જ અકસ્માતથી થયેલા મરણના સમાચાર મને સાંભળવા મળે છે.
મારી મુસાફરી માટે સમય અને સંજોગો પ્રતિકૂળ છે. આશા અને કામનાને લીધે જે જવાબદારીઓ આવી પડે છે એમાંથી છૂટવાનું સહેલાઈથી શક્ય નથી હોતું. મારી આજુબાજુના જીવનસંઘર્ષમાં ભળી જઈને પ્રતીક્ષા કર્યા સિવાય બીજો કોઈ રસતો મારી પાસે નથી રહેતો.
ભારતવાસીની ભવિષ્યવાણીમાંને મારો વિશ્વાસ કદી પણ નથી તૂટતે. એક દિવસ એક અણધાર્યા સમર્થનથી એને વેગ મળે છે.
ભા. આ. ૨. . ૩