________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
• તમે એવા પુરુષને જોયા છે? એમની વાતેામાં તમને વિશ્વાસ છે ? ” હું નિખાલસતાપૂર્વક પ્રશ્ન કરું છું.
"
૩૨
એ શાંત રહે છે. પેાતાના પ્રત્યુત્તર માટેની યાગ્ય ભાષાને એ શાધતા હેાય એવી છાપ પડે છે.
ટેબલ પરના મદિર પર મારી દૃષ્ટિ પડે છે. મને લાગે છે કે ઓરડામાં ફરી વળતા આછા પ્રકાશમાં એપ ચડાવેલા લાકડાના કમળના સિંહાસન પરથી, બુદ્ધે મારા તરફ કૃપાપૂર્વક સ્મિત કરી રહ્યા છે. અડધી મિનિટ સુધી મને એવું લાગે છે કે વાતાવરણમાં કાંઈક વિલક્ષણતા છે. પરંતુ એટલામાં તે ભારતવાસીના સ્પષ્ટ સ્વર મારા વિચારામાં ભંગ પાડે છે અને મારા કલ્પનાવિહાર અટકાવે છે.
પેાતાના ખમીસના કૅાલર પાછળથી કશુંક બહાર કાઢીને મને ખતાવવાના ઉદ્દેશથી હાથમાં પકડી રાખતાં એ શાંતિપૂર્વક શરૂ કરે છે: ‘ જુએ હું બ્રાહ્મણ છું, આ મારી જનાઈ છે. હજારો વરસની કડક અલગતાને લીધે મારી જ્ઞાતિમાં ચારિત્ર્યની કેટલીક સ્વાભાવિક જન્મજાત ખાસિયતાના ઉદ્ય થયા છે. પશ્ચિમની કેળવણી તથા પશ્ચિમની મુસાફરીથી એના અંત નથી આવે એવા. બ્રાહ્મણુ તરીકે આ વસ્તુએ મને જન્મથી જ વારસામાં મળી છે : સર્વોત્તમ શક્તિમાં વિશ્વાસ, અસાધારણ શક્તિઓના અસ્તિત્વની માન્યતા, અને માનવની આત્મિક ઉત્ક્રાન્તિમાં શ્રદ્ધા. હું ધારુ' તાપણુ એમને નાશ ના કરી શકું. જ્યારે પણ એ મુદ્દા પેદા થાય છે ત્યારે તર્કશક્તિનું કશું જ નથી ચાલતું. એટલે તમારી આધુનિક વિદ્યાએના સિદ્ધાંતા અને એમની પદ્ધતિઓની સાથે મારી સહાનુભૂતિ હાવા છતાં, મારી માન્યતાઓ વિશે હું એમને માનું છું એના વિના ખીજો શા ઉત્તર આપું ? '
>
થાડાક વખત મારા તરફ ધારીને જોયા પછી એ આગળ ચલાવે છે :