________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
૩૧
છતાં પણ, વિશાળ હિમાલયની કાયમી છત્રછાયાવાળા ઋષિકેશ જેવા કેઈક સ્થળને પ્રવાસ કરે. ત્યાં તમને જુદી જ જાતના લેકે જોવા મળશે. એ સાદી કુટિરે કે ગુફાઓમાં વાસ કરે છે, ઓછા ખોરાક લે છે, અને ઈશ્વરને સતત પ્રાર્થના કરે છે. ધર્મ એમને શ્વાસોચ્છવાસ છે. એમનાં મન એમાં દિવસરાત લાગેલાં રહે છે. ઉત્તમ ધર્મગ્રંથોનું અધ્યયન તથા પ્રાર્થના કરનારા એ લેકે મોટે ભાગે સારા હોય છે. એ પણ યોગી કહેવાય છે. પરંતુ અજ્ઞાન લેકે માટે બોજારૂપ બનનારા ભિક્ષુકોની સાથે એમની સરખામણી ક્યાં થઈ શકે તેમ છે ? યેગી શબ્દ કેટલો બધે રહસ્યમય છે તે તમે સમજી શકે છે ને? એ બંને જાતના યોગીઓના વર્ગ કરતાં જુદા એવા બીજા પણ છે જેમનામાં એ બંનેના સ્વભાવનું સંમિશ્રણ થયું છે.”
અને યોગીઓની અસાધારણ શક્તિઓના સંબંધમાં પણ ઘણી વાતો વહેતી થઈ છે.” હું ટીકા કરું છું.
એ હસતાં હસતાં કહેવા માંડે છે : “હજુ આગળની બીજી વ્યાખ્યા સાંભળવાની બાકી છે. મોટાં શહેરથી દૂર એકાંત આશ્રમમાં, વેરાન જંગલો ને પર્વતની ગુફાઓનાં શાન્ત સ્થાનોમાં બીજી અવનવી વ્યક્તિઓ પણ વસે છે જે એમની માન્યતા મુજબની અસાધારણ શક્તિઓને આપનારી સાધનાઓમાં એમના જીવનને સમગ્ર સમય પસાર કરે છે. એમનામાંની કેટલીક વ્યક્તિઓ ધર્મના બધા જ ઉલ્લેખને ઘોળીને પી જાય છે અને એના પ્રત્યે ઉપેક્ષાભાવ બતાવે છે. કેટલાક તો ખૂબ ધાર્મિક પણ હોય છે. છતાં પણ પ્રકૃતિનાં અદષ્ટ અને સ્થિર બળો પર વિજય મેળવવા માટેના સંઘર્ષમાં તે એ બધા જ સંયુક્ત રીતે જોડાયેલા છે. ભારત કદી પણ આધ્યાત્મિક દુનિયાનાં રહસ્યો સિવાયનું કે ગુપ્ત શકિતઓ વિનાનું નથી રહ્યું, અને અસાધારણ શક્તિઓનું પ્રદર્શન કરનારા સિદ્ધોની વાત પણ કેટલીય છે. એવી બધી વ્યક્તિઓ પણ ગી કહેવાય છે.”