________________
૩૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
છે ને જીવનના રહસ્યને જાણવાની ઈચ્છાને સતેજ કરે છે. બૌદ્ધિક જિજ્ઞાસાને તૃપ્ત કરવા કરતાં સુયોગ્ય સુખની પ્રાપ્તિ માટે મારામાં એક પ્રકારની ઉત્તેજના ભરે છે.
એક સાંજે અમારે વાર્તાલાપ એ વળાંક લે છે જે મારે માટે મહત્વનાં પરિણામો પેદા કરે છે. પ્રસંગોપાત્ત એ પોતાના દેશવાસીઓના વિચિત્ર રીત-રિવાજનું અને એમની વિશિષ્ટ પ્રથાઓનું વર્ણન કરે છે, તે કોઈ વાર એમના અજબ જેવા દેશમાં રહેનારા
કેની કેટલીક જાતિઓને શબદોમાં ચિતાર આપે છે. એમાંની એક વિશેષ જાત એટલે કે યેગી પર આજે સાંજે એ પ્રકાશ પાડે છે. મને યેગી શબ્દના સાચા અર્થને કોઈ ચોક્કસ, મુદ્દાસરને ખ્યાલ નથી મળ્યો, એને વિશે મેં થોડુંઘણું વાંચ્યું છે ખરું, પરંતુ દરેક વખતે એ વાચન એટલું બધું વિરોધી લાગે છે કે પરિણામે સ્વાભાવિક રીતે જ ભ્રાંતિ પેદા થાય છે. એટલે મારા મિત્રની મારફત એ શબ્દનો પ્રયોગ થતે સાંભળીને હું એમને રોકીને એ વિશે વધારે માહિતી પૂરી પાડવાની પ્રાર્થના કરું છું.
માહિતી પૂરી પાડવામાં મને આનંદ આવશે.” એ ઉત્તર એ છેઃ “પરંતુ યોગીની કઈ એક ચોક્કસ વ્યાખ્યા આપવાનું મારે માટે મુશ્કેલ બનશે. મારા બાર દેશવાસીઓ એ શબ્દની વ્યાખ્યા બાર પ્રકારે જુદી જુદી આપશે. દાખલા તરીકે એ નામથી ઓળખનારા હજારે ભટકતા ભિખારીઓ પણ છે. એ લેકે ગામડાંઓમાં વિહાર કરે છે અને સમય સમય પરના સામૂહિક ધાર્મિક મેળાઓમાં ભાગ લે છે. એમાંના મોટા ભાગના આળસુના પીર અને બીજા અનર્થકારક હોય છે, તો કેટલાક પૂર્ણ અભણ, અને જેના ઓથા નીચે એ એકઠા થાય છે તે ગમાર્ગના ઇતિહાસ તથા સિદ્ધાંતોથી એકદમ અજાણ હોય છે.”
સિગારેટની રાખને ઘટાડવાના આશયથી એ વચ્ચે રેકાય છે.