________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
બનીને દૂર ભાગતો. શહેરથી દૂર પિતાના જંગલના આશ્રમમાં એ વાસ કરતા. એમના નિવાસસ્થાનમાં મારે એક દિવસ આકસ્મિક રીતે જવાનું થયેલું. એ પછી મેં એમની કેટલીક મુલાકાત લીધી ને બને તેટલું વધારે વખત એમની પાસે પસાર કર્યો. એમની પાસેથી મને ખૂબ ખૂબ શીખવા મળ્યું. હા, એવા પુરુષ કોઈ પણ દેશની મહત્તાને વધારી શકે છે.'
તે પછી જાહેર જીવનમાં પ્રવેશ કરીને એમણે ભારતની સેવા શા માટે ના કરી ?” હું નિખાલસતાથી પ્રશ્ન કરું છું.
ભારતવાસી પોતાનું માથું હલાવે છે.
એમના જેવા અસામાન્ય માનવના ખ્યાલોને સમજવાનું કામ અમારે માટે ઘણું જ કઠિન છે. એમને ઓળખવાનું કામ તમારા જેવા પશ્ચિમવાસીને માટે તો એથી પણ વધારે કઠિન બનશે. એવા માનવને ઉત્તર સંભવતઃ એ હશે કે સેવા તો મનની સંક્રામક શક્તિની મદદથી ગુપ્ત રીતે પણ કરી શકાય છે: અદ્રષ્ટ છતાં જીવંત રીતે દૂર રહીને પણ પોતાનો પ્રભાવ પાડી શકાય છે. એ કદાચ એવો ઉત્તર પણ આપી શકે કે રાહતનો નસીબવંતે સેનેરી સમય ન આવે ત્યાં સુધી અધઃપતન પામેલા સમાજે પિતાના પ્રારબ્ધને ભોગવવું જ રહ્યું.”
એ ઉત્તરથી મને આશ્ચર્ય થયાનું હું કબૂલ કરું છું.
“બરાબર છે, મારા મિત્ર, હું એવું જ ધારતો હતો. એ એમને અભિપ્રાય છે.
અમારે વિશેષ વાર્તાલાપ એ ચિરસ્મરણીય સાંજ પછી એમના અસાધારણ જ્ઞાન તથા વિશેષ પ્રતિભાશાળી વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને ખેંચાઈને એમની હું અવારનવાર મુલાકાત લઉં છું. એ મારી મહત્વાકાંક્ષાઓને ઢંઢોળે