________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
એમનું મસ્તક નીચે નમે છે તે એમની હડપચી છાતીએ લાગે છે. છેલ્લા શબ્દાની સાથે એમના સ્વર ગમગીન બની જાય છે, ઘડી બે ઘડીને માટે મારાથી એ દૂર ચાલ્યા જાય છે, અને અમને અંતરાત્મા કરુણાજનક ગહન ધ્યાનમાં ડૂબી જાય છે.
૨૮
એમનું અત્યંત રસમય અને નિશ્ચિત રીતે આકર્ષક વ્યક્તિત્વ મારા પર એક વાર ફરી પેાતાના પ્રભાવ પાડે છે. કાળી અને તેજસ્વી આંખ સૂક્ષ્મ મનેાવૃત્તિનું દર્શન કરાવે છે. માયાળુ ને મૃદુ સ્વર પ્રેમાળ હયના પડધા પાડે છે. હું એક વાર ફરીથી અનુભવુ છુ, કે મને એ ગમે છે.
નોકર શાંતિપૂર્વક ઓરડામાં પ્રવેશ કરે છે અને ટેબલ પાસે આવી પહેાંચે છે. એ અગરબત્તી સળગાવે છે અને એને વાદળી ધુમાડા ઉપર ચઢે છે. આખા ઓરડામાં પૂર્વના દેશની ધૂપસળીની સરસ સુવાસ ફરી વળે છે. એ સુવાસ ખૂબખૂબ ગમે તેવી છે. મારા યજમાન એકાએક મસ્તક ઊંચુ કરીને મારા તરફ જુએ છે.
“ મેં તમને એવું કહ્યું કે બેત્રણ મહાપુરુષે હજી પણ છે ?’ એ વિલક્ષણ રીતે પ્રશ્ન કરે છે ને કહે છે: ‘ હા, બરાબર. મેં એવું કહેલું. મારે એક મહાન સંત સાથે સંબંધ હતા. એ એક સૌભાગ્ય હતું. જેને વિશે બીજાની આગળ હું ભાગ્યે જ વાતા કરું છું. એ મારા પિતા, પથપ્રદર્શીક, ગુરુ ને મિત્ર હતા. એમની અંદર ઈશ્વર જેવું ડહાપણ હતું. હું એમના પાતાના જ પુત્ર હેાઉં એવી રીતે એમના પર પ્રેમ રાખતા. જ્યારે જ્યારે એમની સાથે રહેવાને સેાનેરી સૌભાગ્યશાળી સમય મળતા ત્યારે ત્યારે જીવન ઘણું સુખદ લાગતું. એમની આસપાસના અલૌકિક વાતાવરણના પ્રભાવ એવા અજબ હતેા. કળાના શાખવાળા તથા સુંદરતાને આદર્શ માનનારા મને એમણે અનાથ, અપગ અને કૃoરાગીઓમાં પણ દેવી સૌનું દર્શન કરવાની કળા શીખવાડી. એવા લેાકેાથી હું પહેલાં ખેચેન