________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
૨૭
થોડા વખતમાં જ એ બીજા મેટા વિષયો તરફ વળે છે, અને ભારતના પ્રાચીન જ્ઞાનવારસા પર પ્રકાશ ફેકે છે.
અમારા સંત પુરુષોના કેટલાક સિદ્ધાંત પશ્ચિમમાં પહોંચી ચૂક્યા છે.” એ અસરકારક રીતે બતાવે છેઃ “પરંતુ કેટલીય બાબતોમાં સાચા ઉપદેશોની બાબતમાં ગેરસમજ પેદા થઈ છે. કેટલીક વાર એમને ખોટી રીતે ગ્રહણ કરવામાં આવ્યા છે. તે પણ, હું એની ફરિયાદ નથી કરતો. આજના ભારતની દશા કેવી છે ? એના ભૂતકાલીન ઉચ્ચતમ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ એ નથી કરી રહ્યું. એની મહાનતા મટી ગઈ છે. એ ખરેખર દુઃખદ છે. વિવેક વગરની પ્રથાઓમાં અટવાઈને અને ધર્મની મિથ્યા માન્યતાઓને ગૂંચવાડામાં પડીને નિરર્થક ધાર્મિક બંધનોમાં બંધાયેલો જનસમાજ કેટલાક સિદ્ધાંતોને વળગી રહ્યો છે.”
એવા અધઃપતનનું કારણ શું ?” હું પ્રશ્ન કરું છું.
મારા યજમાન શાંત રહે છે. એકાદ મિનિટ ધીરેથી પસાર થાય છે. હું એમના તરફ જોયા કરું છું. એમની આંખ બારીક છતાં અર્ધબીડાયેલી બની જાય છે. પછી એમના મનમાં ભંગ પડે છે.
ખરેખર મારા મિત્ર ! એક વખત એ પણ હતો કે અમારા દેશમાં જીવનનાં રહસ્યોની શોધ કરી ચૂકેલા મહાન ઋષિઓ વાસ કરતા. સામાન્ય માણસથી માંડીને રાજામહારાજાઓ પણ એમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરતા. એમની પ્રેરણાથી ભારતીય સંસ્કૃતિ એના સર્વોચ્ચ વિકાસશિખર પર પહોંચી ચૂકેલી. આજે એવા મહાપુરુષોનાં દર્શન ક્યાં થાય છે ? બેત્રણ મહાપુરુષો હશે પરંતુ એ પણ એકદમ અજ્ઞાત દશામાં, એમને વિશે કોઈ માહિતી ના મળે એવા, અને ચાલું જીવનપ્રવાહથી એકદમ દૂર. જ્યારથી એ મહાન સંતપુરુષો કે ઋષિઓ સમાજથી દૂર રહેવા લાગ્યા ત્યારથી અમારું પોતાનું અધઃપતન પણ શરૂ થયું.”