________________
૩૦૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
પ્રવેશવાનુ` મારા પશ્ચિમી માનસ માટે મુશ્કેલ હતું. પૂર્વાંની અદ્ભુત જાવિદ્યાથી એ ભીંજાયેલા હતા. મને સ્પષ્ટ અનુભવ થયા કે બીજી વિનતિ કરી બતાવું તે પહેલાં જ એમણે મને ચમત્કારા કરી બતાવ્યા છે તેપણ એમણે અમારી વચ્ચે ઊભા કરેલા સ્વભાવગત અંતરાય હું નહિ એળંગી શકું. મારા સત્કાર તા કેવળ ઉપરચોટિયા છે. પશ્ચિમી સંશાકા ને પશ્ચિમી શિષ્યોની જરૂર અહીં જરા પણ નહેાતી.
એમના મુખમાંથી અણુધાર્યાં શબ્દે ટપકી પડવા :
6
મારા તિબેટી ગુરુની અગાઉથી મંજૂરી ન મળે ત્યાં સુધી હું તમને મારા શિષ્ય તરીકે સ્વીકારી ન શકું. મારે એવી શરત સાથે કામ કરવું પડે છે.’
મારા મગજમાંથી ઊઠતા વિચારા શું એમણે વાંચી લીધા હશે ? મેં એમની તરફ જોવા માંડયુ. એમનું જરાક ઊપસી આવેલું કપાળ જોઈને એવા વિચાર આવતા હતા. ગમે તેમ, પણ મેં એમના શિષ્ય થવાની ઇચ્છા નહેાતી બતાવી. કાઈના શિષ્ય બનવા માટે હું વધારેપડતી ઉતાવળ કરું તેમ નહોતા. મને એક વાતની ખાતરી હતી કે એવી વિનતિના જવાબ હકારમાં નહિ મળે.
તમારા ગુરુ દૂર તિબેટમાં હોય તેા તેમની સાથે તમે વિચારોની આપલે કેવી રીતે કરી શકેા છે ?' મેં પ્રશ્ન કર્યો.
:
અમે અંદરની દુનિયામાં સંપૂર્ણ સંબંધ ધરાવીએ છીએ.’ એમણે ઉત્તર આપ્યા. હું એમના શબ્દો સાંભળતા હતા, પરન્તુ સમજતા નહાતા. છતાં એમના અણુધાર્યા શબ્દોએ ઘડીભર માટે મારા મનને એમના ચમત્કારથી ખીજે વાળી દીધુ. મારું... મન જરા ઉદાસ બની ગયું. મે' નીરસતાપૂર્વક પ્રશ્ન કર્યો :
· ગુરુદેવ, માણસને પ્રકાશની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે?? વિશુદ્ધાનન્દે ઉત્તર આપવાને બદલે મને બીજો પ્રશ્ન પૂછ્યો : ચેાગના અભ્યાસ ન કરો ત્યાં સુધી તમે પ્રકાશ કેવી રીતે
"
મેળવી શકા ? ’