________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૩૦૫
તખતીઓને માટે ખાલી રાખવામાં આવેલી, કારણકે પ્રયોગશાળામાં થનારા સંશોધનકાર્યમાં લાલ, વાદળી, લીલા, પીળા ને સફેદ (રંગ વગરના) કાચમાંથી થનારા સૂર્યપ્રકાશના પ્રત્યાવર્તનને સમાવેશ થવાને હતો.
પંડિતે જણાવ્યું કે વિશાળ માપની બારીઓના કદના કાચ કોઈ પણ ભારતીય કારખાનું નથી બનાવી શકતું. તેથી એ ભવ્ય મકાન પૂરું નથી થઈ શકતું. એમણે મને ઇંગ્લેન્ડમાં તપાસ કરવા સૂચવ્યું, અને સાથેસાથે ભારપૂર્વક કહ્યું કે વિશુદ્ધાનંદ પોતાની ખાસ વિગતો પ્રમાણે પૂરેપૂરું કામ થાય એવું ઈચ્છે છે. એ વિગતોમાં એવી શરતને સમાવેશ થતો હતો કે કાચના બનાવનારે ખાતરી આપવી જોઈએ કે એમનો કાચ હવાના પરપોટાઓથી તદન મુક્ત છે. વળી રંગીન કાચ તદ્દન પારદર્શક હોવો જોઈએ. દરેક કાચની તખતી બાર ફીટ લાંબી, આઠ ફીટ પહોળી અને એક ઈચ જાડી હોવી જોઈએ.
પ્રયોગશાળાનું મકાન વિશાળ બગીચાથી ઘેરાયેલું હતું. એ બગીચા પીંછાં જેવી ડાળીઓવાળાં તાડવૃક્ષોની હારને લીધે એમનું ઝીણવટભર્યું નિરીક્ષણ નહોતા કરવા દેતા.
વિશુદ્ધાનન્દની પાસે પાછો આવીને હું એમની આગળ બેસી ગયો. શિષ્યો હવે એાછા થઈને બે કે ત્રણ જેટલા જ બાકી રહ્યા હતા. પંડિત કવિરાજે મારી બાજુમાં બેઠક લીધી. એમને અભ્યાસવૃદ્ધ ચહેરે એમના ગુરુ તરફ આદરભાવથી સ્થિર થયે.
વિશુદ્ધાનદે મારી તરફ એકાદ ક્ષણ દષ્ટિપાત કર્યો ને પછી જમીન તરફ જવા માંડયું. એમનું વર્તન ગૌરવ અને એકલવાયી વૃત્તિથી ભરેલું હતું. એમની મુખાકૃતિ એકદમ ગંભીર હતી, અને એ ગંભીરતાની છાયા એમના શિષ્યોની મુખાકૃતિમાં પડતી હતી. એમની ગંભીરતાને તાગ કાઢવાનો પ્રયાસ મેં કરી છે, પરંતુ મને કાંઈ જ ન મળ્યું. શહેરમાંના સોનેરી મંદિરના અંદરના ભાગમાં પ્રવેશવાનું જેમ મારે માટે મુશ્કેલ હતું તેમ એમના મનમાં