________________
૩૦૪ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં પડતી. તમારે ત્યાંના કોઈ પણ પશ્ચિમી ભૌતિક વિજ્ઞાનની પેઠે જ એને અભ્યાસ પણ કરી શકાય છે.”
પંડિત કવિરાજે પૂરક સંકેત કર્યો કે એ અદ્ભુત કળા બીજા વિષયો કરતાં વિદ્યુત અને લેહચુંબકના વિજ્ઞાનને વધારે મળતી છે.
પરંતુ મને લાગ્યું કે હું એને વિશે પહેલાં જેવો જ અંધકારમાં છું, એટલે ગુરુએ થોડીક વધારે માહિતી પૂરી પાડી.
તિબેટમાંથી આવનારું આ સૂર્યવિજ્ઞાન કાંઈ નવું નથી. ભારતના મહાન યોગીએ પ્રાચીન કાળમાં એનાથી વાકેફ હતા. પરંતુ હવે તે ગણ્યાગાંઠયા અપવાદને બાદ કરીએ તો આ દેશમાં એ લગભગ ભુલાઈ ગયું છે. સૂર્યનાં કિરણમાં જીવનદાયક તો છે, અને જો તમે એ તને અલગ પાડવાની કે એકઠાં કરવાની વિદ્યા જાણી લે તો ચમત્કારો કરી શકે. ઉપરાંત સૂર્યના પ્રકાશમાં એવી સૂક્ષ્મતમ દિવ્ય શક્તિ છે કે જેમના પર કાબૂ મેળવવાથી તમને જાદુઈ શકિતને લાભ મળે.”
તમે તમારા શિષ્યોને આ સૂર્યવિજ્ઞાનનું રહસ્ય શીખો છે ખરા ?
હજુ નથી શીખવતે, પરંતુ શીખવવાની તૈયારી કરી રહ્યો છું. થોડાક શિષ્યોને પસંદ કરીને એ ગૂઢ જ્ઞાન આપવામાં આવશે. અત્યારે અમે એક મોટી પ્રયોગશાળા તૈયાર કરી રહ્યા છીએ. એમાં અભ્યાસવર્ગો, પ્રદર્શને અને પ્રયોગો શરૂ કરવામાં આવશે.”
તે તમારા શિષ્યોને અત્યારે શું શીખવવામાં આવે છે ?” “એમને યોગની દીક્ષા આપવામાં આવે છે.”
પંડિત મને પ્રયોગશાળાનું નિરીક્ષણ કરવા લઈ ગયા. એ કેટલાક માળની ઊંચી અંગ્રેજી આકૃતિવાળી આધુનિક ઈમારત હતી. એની દીવાલે લાલ ઈટાની બનાવેલી અને બારીઓને ઠેકાણે વિશાળ ખુલ્લી જગ્યાઓ હતી. એ ખુલ્લી જગ્યાઓ કાચની મોટી