________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૩૦૧
એમના શરીરને પવિત્ર ગંગામાં લઈ જવામાં આવ્યુંઅને શેકમાં ડૂબેલાં કુટુંબીજને દાહક્રિયાની તૈયારી કરતાં કિનારા પર એકઠાં થયાં. એમના શરીરને પાણીમાં પલાળવામાં આવ્યું. એ વખતે એક ચમકાર બન્યો. એ શરીરને જેમજેમ ઊંડે ને ઊંડે ડુબાડવામાં આવ્યું તેમ તેમ પાણું નીચે જતું ગયું. શરીરને ઉપર લાવતી વખતે પાણ પણ ઉપર આવતું અને પહેલાં જેવી સપાટી ધારણ કરતું. એમના શરીરને વારંવાર ડુબાડવામાં આવ્યું છતાં દરેક વખતે પાણીનું તળિયું નીચે જ જતું ગયું. સંક્ષેપમાં કહીએ તે ગંગાએ પોતાના મૃતઃપ્રાય મહેમાન તરીકે એ બાળકને સ્વીકાર કરવાની ના પાડી !
નદીના તટ પર બેઠેલા એક ગી એ ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. એમણે આગાહી કરી કે બાળક હજુ જીવશે, મહાન બનશે અને ખૂબ ભાગ્યશાળી બનશે તથા એક પ્રખ્યાત યેગી થશે. એ પછી પેલા ઝેરી ડંખ પર કોઈ ઔષધિ ઘસીને એ વિદાય થયા. આઠમે દિવસે પાછા ફરીને એમણે બાળકનાં માતાપિતાને કહ્યું કે બાળકને હવે સંપૂર્ણ સારું છે. અને ખરેખર હતું પણ એવું જ. પરન્તુ વચગાળાના વખત દરમિયાન બાળકમાં એવો કોઈ વિચિત્ર ફેરફાર થયો કે જેથી એની મનોવૃત્તિ તથા પ્રવૃત્તિ બદલાઈ ગઈ, અને પિતાનાં માતાપિતા સાથે ઘરમાં સંતોષ માનીને બેસી રહેવાને બદલે એને એક પરિભ્રમણશીલ યોગી બનવાની તાલાવેલી લાગી. એ પછી માતાને એની કાયમ ચિંતા રહી, અને થોડાં વરસ બાદ એણે એને ઘર છેડવાની રજા આપી, એટલે એ યુગમાં સિદ્ધ થયેલા પુરુષની શોધમાં ચાલી નીકળ્યા.
એમણે હિમાલયની પારના તિબેટના રહસ્યમય પ્રદેશમાં ત્યાંના પ્રખ્યાત ચમત્કાર કરનારા સાધુઓમાંથી પોતાને માટે યોગ્ય સદ્ગુરુની પ્રાપ્તિ કરવાની ઈચ્છાથી પ્રેરાઈને પ્રવેશ કર્યો. ભારતવાસીના મનમાં એ વિચાર મજબૂત રીતે ઘર કરી ગયેલે દેખાય