________________
૩૦૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
છે કે યોગમાં આગળ વધવા માગનારા સાધકે એની ગૂઢ સાધનામાં સિદ્ધિ મેળવી ચૂકેલા કેઈક પુરુષના શિષ્ય થવું અનિવાર્ય છે. કેટલીક વાર બરફનાં ભયંકર તોફાનોથી પર્વતે ધોવાઈ જતા ત્યારે એ યુવાન બંગાળી ગુફાઓ તથા ઝૂંપડાંઓમાં રહેતા એકાંતપ્રેમી સાધુ ગુરુની શોધ માટે ફરી વળતા, પરંતુ એમને નિરાશા સાથે ઘેર પાછા ફરવું પડતું.
એવી રીતે વરસ વીતી ગયાં પણ એમની ઈચ્છા એવી જ અધૂરી રહી. ફરી એક વાર સીમા પાર કરીને એમણે દક્ષિણ તિબેટના ઠંડા, ઉજજડ પ્રદેશમાં ફરવા માંડયું. ત્યાં, પર્વતમાળાની વચ્ચેના એક સાદા નિવાસસ્થાનમાં એમને એક માણસની મુલાકાત થઈ, અને એમ લાંબા વખતથી પોતે જેમને શોધતા હતા તે સદ્ભરુની પ્રાપ્તિ થઈ.
એ પછી મને પેલું ન માનવા જેવું વિધાન સાંભળવા મળ્યું જેણે મને કટાક્ષયુક્ત હાસ્ય કરતો કરી દીધો હોત, એ વિધાન સાંભળીને મને વિસ્મય તે થયું જ. મને ગંભીરતાપૂર્વક કહેવામાં આવ્યું કે તિબેટના એ ગુરુની ઉમ્મર બાર વરસથી ઓછી નથી! એક નિરાશ પશ્ચિમવાસી પોતાને ચાળીસ વરસને કહી બતાવે એટલી શાંતિપૂર્વક એ વિધાન કરી બતાવવામાં આવ્યું હતું.
દીર્ધાયુષની એવી આશ્ચર્યકારક કથા મને પહેલાં પણ ઓછામાં ઓછી બે વાર સાંભળવા મળેલી. અડિયાર નદીના પેગી બ્રહ્મ એક વાર મને કહેલું કે નેપાળમાં રહેતા એમના ગુરુ ચારસો વરસની ઉંમરના છે, અને પશ્ચિમ ભારતમાં મને મળેલા એક સાધુપુરુષે જણાવેલું કે હિમાલયની મુશ્કેલીથી પહોંચી શકાય તેવી ગિરિગુફામાં રહેતા યોગીની ઉંમર એટલી બધી મોટી છે કે એમની આંખની પાંપણે ઉંમરની સાથે ભારેખમ બનીને નમી પડી છે. એમણે એમની ઉંમર હજાર વરસથી વધારે બતાવેલી. એ બંને વિધાનેને મેં અતિશયોક્તિ કે ગપગેળામાં ખપાવેલાં, પરંતુ મારે હવે એમનું પુનરાવર્તન કરવાની જરૂર પડી, કારણ કે મારી આગળ