________________
૩૦૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
અત્યારે હું તમને આનાથી વધારે બતાવી શકું તેમ નથી.” એમણે ઉત્તર આપ્યો. પંડિતે મારા કાનમાં કહી બતાવ્યું કે ભવિષ્યના પ્રયોગો દ્વારા ઘણું મોટી વસ્તુઓને સિદ્ધ કરવાની આશા છે. એમના ગુરુ બીજી કેટલીક વસ્તુઓ પણ કરી શકે તેમ છે, છતાં એમની ભલમનસાઈને વધારે પડતો લાભ લઈને એમને રસ્તાના ખેલ કરનાર જેવા કરી મૂકવાની જરૂર નથી. જે મેં જોયું તે મને સંતોષ આપી શકે તેમ હતું. એ આખાય સ્થાનમાં એમના પ્રભુત્વની જે સુવાસ ફેલાઈ હતી તેને હું ફરી વાર અનુભવી શક્યો. વિશુદ્ધાનંદની બીજી શક્તિઓની વાતોએ એ અનુભવની લાગણીમાં વધારે કર્યો.
મને જાણવા મળ્યું કે એ હવામાંથી લીલી, તાજી, દ્રાક્ષ કાઢી શકે છે અને શૂન્યમાંથી મીઠાઈ બહાર લાવે છે. એ ઉપરાંત, કર, માયેલા કુસુમને એ હાથમાં રાખે છે તો કુસુમને થેડી જ વારમાં એની પહેલાંની કુમાશ કે પહેલાંની તાજગી પ્રાપ્ત થાય છે.
આ બહારના ચમત્કારની પાછળ શું રહસ્ય છુપાયેલું છે ? એ સંબંધી કશો ખાસ સંકેત મેળવવાને કે વિશેષ ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ મેં કરી જે. એને પરિણામે એ ખુલાસો મળ્યો જે ખરેખર ખુલાસો ન કરી શકે. એનું સાચું રહસ્ય બનારસના એ ચમત્કાર કરનારા પુરુષના ચોરસ કપાળમાં જ છુપાયેલું હતું, અને અત્યાર સુધી એમણે રહસ્યની જાણ પોતાના સૌથી ઘનિષ્ઠ શિષ્યને પણ કરી નહોતી.
એમણે મને કહ્યું તે પ્રમાણે એમનું જન્મસ્થાન બંગાળ હતું. તેર વર્ષની વયે એમને કોઈ ઝેરી જંતુ કરડયું. એમની દશા એટલી ગંભીર બની ગઈ કે એમની માતાએ એમના જીવનની આશા છોડીને એમને ગંગાકાંઠે મરવા માટે આપ્યા. હિંદુધર્મ મુજબ ગંગાકિનારા પરની મૃત્યુથી વધારે પવિત્ર ને સુખદ મૃત્યુ બીજુ કાંઈ જ નથી.