________________
બનારસના આશ્ચર્યકારક કામ કરનારા સંતપુરુષ
૯૯
વિશુદ્ધાનંદે પોતાને સૂક્ષ્મદર્શક કાચની મદદથી પક્ષીની એક આંખમાં સૂર્યનું એક કિરણ કેન્દ્રિત કર્યું. થોડી પળે એવી રીતે જ પસાર થઈ ગઈ. એ વૃદ્ધ પુરુષ પોતાના અનોખા કામમાં મન પરોવીને બેસી રહ્યા. એમની મોટી આંખ કાચ પર સ્થિર થયેલી, અને એમની મુખાકૃતિ શાંત, નિર્વિકાર તથા ગંભીર હતી. એકાએક એમના હોઠ ઊઘડ્યા અને એમના મુખમાંથી મારાથી ન સમજાય તેવી ભાષામાં કેઈ વિચિત્ર ધ્વનિ નીકળવા લાગ્યો. થોડાક વખત પછી પેલા પક્ષીને શરીરને આંચકો લાગવા માંડયા. મરણની છેલ્લી ઘડીએ પહોંચેલા કૂતરાને મેં એવી જ રીતે આંચકાને અનુભવ કરતાં જોયેલો. પછીથી પક્ષીની પાંખમાં થોડેક ફફડાટ થયો. અને થોડીક મિનિટમાં તે ચકલી પિતાના પગ પર ઊભી રહીને જમીન પર કૂદવા લાગી ! ખરેખર મરેલાને જીવનની પ્રાપ્તિ થઈ!
પિતાના એ અનોખા અસ્તિત્વના પાછળના તબક્કા દરમિયાન પક્ષીએ હવામાં ઊડવા માટેની પૂરતી તાકાત પ્રાપ્ત કરી, અને ઓરડાની આજુબાજુ ઊડીને થોડા વખત સુધી એણે બેસવાની નવી જગ્યાઓ શોધવા માંડી. એ આખીય ઘટના એવી તે માન્યતામાં ન આવે એવી હતી કે મારા તનમનની બધી જ શક્તિઓ એકઠી કરીને મેં ફરી વાર ખાતરી કરી જોઈ કે મારી આજુબાજુની પ્રત્યેક વસ્તુ અને વ્યક્તિ સાચી છે, સ્પષ્ટ છે, અને ભ્રામક નથી.
અડધા કલાકના નાજુક વખત દરમિયાન એ પુનર્જીવિત પક્ષીના ઊડવાના પ્રયત્નનું મેં નિરીક્ષણ કર્યું. એને અંતે જે આકસ્મિક કરુણ અંત આવ્યો તેથી મને પાછું આશ્ચર્ય થયું. એ નિર્દોષ ચકલી અદ્ધરથી નીચે પડીને અમારી આગળ નિજીવ બનીને ઢળી પડી. એનું હલનચલન અટકી પડયું. એની તપાસ પરથી જણાયું કે એને શ્વાસ ચાલતું નહોતું અને એ મરી ગઈ હતી.
“એના જીવનને તમે આથી વધારે લંબાવી શક્યા ને હેત ?” વિશુદ્ધાનંદને પ્રશ્ન કર્યો.